Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૩ મહત્ત્વની ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર : ૨૩ મહત્ત્વની ટર્નિંગ

Published : 23 March, 2026 09:32 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૯૪૦.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૮.૮0 પૅઇન્ટ્સના નેટ ઘટાડે ૨૩,૧૪૦.૫૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦.૯૬ પૉઇન્ટ્સના નેટ ઘટાડે ૭૪,૫૩૨.૯૬ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૩૫૪ ઉપર ૭૬,૧૮૭, ૭૬,૬૩૦, ૭૭,૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૩,૯૪૯ નીચે ૭૩,૭૨૦ સુધીની શક્યતા જોવે મળશે. ૨3 માર્ચ ગેની ટર્નિંગનો દિવસ છે. આ દિવસના ઊચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. બજાર ખરાબ રીતે મંદીની અસરમાં છે, જે પણ ઉછાળા આવે તે મંદી બજારના ઉછાળા સમજવા, જે ધારણા મુજબના ન પણ હોય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (ધ શૉર્ટ્સને લાગે છે કે તેઓ માર્કેટની રૉન્ગ સાઇડમાં હતા. તેઓ પ્રાર્થના કરે છે કે ભાવો પાછા એ એરિયા પાસે આવે જ્યાં તેમણે વેચાણ કર્યું હતું, જેથી ઘટાડા વખતે વેચાણ કાપી શકે એટલે કે ન નફો ન નુકસાનના ધોરણે એમનો ધંધો સરખો કરી શકે. જે સાઇડમાં બેઠા છે એમને પણ બે વિભાગમાં વહેંચીએ. એક તો એ કે જેમણે અત્યાર સુધી કશો જ ધંધો કર્યો જ નથી.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૮૦૭.૨૮ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ટેક મહિન્દ્ર (૧૩૮૪.૮૦) : ૧૩૦૪.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯૧ ઉપર ૧૪૦૭ કુદાવે તો ૧૪૪૧, ૧૪૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૫૮ નીચે ૧૩૩૧ સર્પોટ ગણાય.


ચોલામંડલમ્ ફાઇનાન્સ (૧૪૪૦.૫૦) : ૧૬૩૨.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૬ ઉપર ૧૫૦૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૩૬ નીચે ૧૪૨૦, ૧૪૦૩, ૧૩૭૭ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૫૫૪.૨૦) : ૬૧,૬૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૫૩૪ ઉપર ૫૪,૭૯૦, ૫૫,૬૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૨૮૫ નીચે ૫૨૭૯૦ સુધીની શક્યતા જોવા મળશે.


નિફ્ટી ફ્યુચર (૨૩,૧૪૦.૫૦) : ૨૬,૩૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૩૯૨ ઉપર ૨૩,૬૪૯, ૨૩,૮૦૦, ૨૩,૮૭૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૯૪૦ નીચે ૨૨,૮૭૦, ૨૨૭૮૦ સુધીની શક્યતા જોવા મળશે. ૨૨,૭૮૦ તૂટે તો ૨૨,૭૩૦, ૨૨,૫૮૦, ૨૨,૪૪૦ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શૉલ્ડર પૅર્ટન જોઈ શકાય છે. 

રિલાયન્સ (૧૪૧૪.૪૦) : ૧૩૬૩.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૦ અને ૧૩૩૪ ઉપર સુધારો જોવાય. નીચામાં ૧૩૭૬ નીચે ૧૩૬૫ સર્પોટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧૨૪૮.૨૦) : ૧૪૩૫.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૭૬ ઉપર ૧૨૮૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૪૪ નીચે ૧૨૩૬, ૧૨૧૭, ૧૧૯૯, ૧૧૮૧ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: હૃદયની આગ તો જીવવા જ દેવા માગતી નહોતી, નયનનાં જળથી ઠારીને મને મેં જીવતો રાખ્યો.- બાબુલાલ ચાવડા ‘આતુર’

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 09:32 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK