Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડેરિવેટિવ્ઝમાં માર્ચ વલણની પતાવટને લઈને છેલ્લા કલાકના ખેલમાં બજાર ૩૪૬ પૉઇન્ટ અપ

ડેરિવેટિવ્ઝમાં માર્ચ વલણની પતાવટને લઈને છેલ્લા કલાકના ખેલમાં બજાર ૩૪૬ પૉઇન્ટ અપ

30 March, 2023 11:16 AM IST | Mumbai
Anil Patel

બ્રાઇટકૉમ ૨૦ ટકા તૂટ્યો, એસ્ટેક લાઇફ ૨૦ ટકા ઊછળ્યો: લોઢાની મેક્રોટેક ૧૦ ટકાના જમ્પમાં રિયલ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની : તગડા ઇન્ટરિમ સામે વેદાન્તામાં નાનો સુધારો 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


દેવ લૅબટેક તથા કમાન્ડ પૉલિમર્સમાં પાંચેક ટકાની લિસ્ટિંગ લૉસ : બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ફ્લૅટ રહ્યો, માર્કેટ બ્રેડ્થ મજબૂત : રી-અપૉઇન્ટમેન્ટ માટે એમડીનો ઇનકાર આવતાં સાઉથ ઇન્ડિયન બૅન્ક ૧૩ ટકા તૂટ્યો : સારા બજારમાં પણ એલઆઇસી સતત નવા ઑલટાઇમ તળિયે : બ્રાઇટકૉમ ૨૦ ટકા તૂટ્યો, એસ્ટેક લાઇફ ૨૦ ટકા ઊછળ્યો: લોઢાની મેક્રોટેક ૧૦ ટકાના જમ્પમાં રિયલ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બની : તગડા ઇન્ટરિમ સામે વેદાન્તામાં નાનો સુધારો 

શૅરબજાર ગુરુવારે રામનવમીની રજામાં છે, એટલે ડેરિવેટિવ્ઝમાં માર્ચ વલણનું સેટલમેન્ટ એક દિવસ વહેલું, બુધવારે હતું, જેમાં સેન્સેક્સ ૩૪૬ પૉઇન્ટ વધી ૫૭૯૬૦ તથા નિફ્ટી ૧૨૯ પૉઇન્ટના સુધારામાં ૧૭૦૮૧ બંધ આવ્યો છે. ઓપનિંગ સહેજ નેગેટિવ બાયસમાં થયું હતું અને ત્યાર પછી હળવો સુધારો કામે લાગતાં શૅરઆંક ૫૭૯૦૬ નજીક પહોંચ્યો હતો. ત્યાંથી ધીમા ઘસારે પ્રથમ સત્રના અંત ટાંકણે ૫૭૫૨૪ના ઇન્ટ્રા-ડે બૉટમ બન્યાં હતાં. બીજું સત્ર એકંદર સુધારાનું હતું. દિવસ દરમ્યાન વધ-ઘટની રેન્જ પ્રમાણમાં થોડી મોટી ૬૦૦ પૉઇન્ટ જેવી રહી હતી.



બ્રૉડર માર્કેટ અને રોકડું વ્યાપક પ્રમાણમાં બાઉન્સ થતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ જોવા મળી છે. એનએસઈમાં ઘટેલા ૬૦૪ શૅર સામે વધેલા શૅરની સંખ્યા ૧૪૬૬ રહી છે. સ્મૉલકૅપ તથા મિડકૅપ બેન્ચમાર્ક સવા ટકા જેવો વધ્યો છે. બજારના લગભગ તમામ બેન્ચમાર્ક વધ્યા છે. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નામ પૂરતો નરમ હતો, અન્યથા નિફ્ટી મીડિયા ૨.૭ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૨ ટકા, બીએસઈ સર્વિસિસ ઇન્ડેક્સ ૨.૯ ટકા, રિયલ્ટી અઢી ટકા, મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા, ઑટો બેન્ચમાર્ક પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૪ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ એક ટકો મજબૂત હતા. 


ભાવનગરની દેવલૅબટેક વેન્ચર્સનો ૫૧ના ભાવવાળો એસએમઈ આઇપીઓ ભાવોભાવપાંજ ખૂલી, નીચામાં ૪૮ પ્લસ થઈ અંતે ૪૯ રૂપિયા બંધ આવ્યો છે. અહીં ગ્રે માર્કેટમાં પાંચનાં પ્રીમિયમ આગલા દિવસ સુધી હતા એ જોતાં લિસ્ટિંગ નબળું કહી શકાય. જ્યારે જેના પાંચનું ડિસ્કાઉન્ટ હતું એ કમાન્ડ પૉલિમર્સ શૅરદીઠ ૨૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૬.૭૫ ખૂલી ઉપરમાં ૨૭.૪૨ થઈ ૫.૪ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૬.૫૦ બંધ રહ્યો છે.

બૅન્કિંગને લઈને શરૂ થયેલો ઉઠમણાનો ઉચાટ ખાસ્સો શમી ગયો છે. એના પગલે એશિયા-યુરોપનાં બજારો સારા એવા સુધારાના મૂડમાં દેખાયાં છે. હૉન્ગકૉન્ગ બે ટકા, જપાન સવા ટકાથી વધુ, ઇન્ડોનેશિયા સવા ટકાની નજીક, સાઉથ કોરિયા-થાઇલૅન્ડ, સિંગાપોર સાધારણ, તો તાઇવાન અડધો ટકો વધીને બંધ રહ્યું છે. ચાઇના નહીંવત્ નરમ હતું. યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકાની આસપાસ મજબૂત જણાતું હતું. 


બજારમાં છેલ્લો કલાક પ્રમાણમાં શાર્પ સુધારાનો હતો. શૅરઆંક ૫૭૬૭૮થી ઊંચકાઈ ૫૮૧૨૪ની ઇન્ટ્રા-ડે ટોચે ગયો હતો. મતલબ કે ઇન્ટ્રા-ડે બૉટમથી ૬૦૦ પૉઇન્ટનું બાઉન્સ બૅક થયું. 

નિફ્ટીમાં અદાણી બેસ્ટ ગેઇનર્સ, ગ્રુપના ૧૦માંથી ૭ શૅર મજબૂત 

સેન્સેક્સના ૩૦માંથી ૨૬ અને નિફ્ટીના ૫૦માંથી ૪૫ શૅર પ્લસ થયા છે. એચસીએલ ટેક્નૉ ૨.૭ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૯ ટકા, અલ્ટ્રાટેક ૧.૬ ટકા, હિન્દુ. યુનિલીવર બે ટકા, બજાજ ટ્વિન્સ પોણાબે-બે ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, તાતા મોટર્સ ૨.૧ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકા, કોટક બૅન્ક ૧.૩ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા વધીને બંધ આવ્યા છે. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૯.૫ ટકા કે ૧૫૨ રૂપિયા ઊંચકાઈ ૧૭૫૩ અને અદાણી પોર્ટ્સ ૭.૪ ટકાના બાઉન્સબૅકમાં ૬૩૭ બંધ આપીને બેસ્ટ ગેઇનર બન્યા છે. અન્યમાં જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૭ ટકા, હીરો મોટોકૉર્પ ૨.૪ ટકા, આઇશર મોટર્સ ૨.૮ ટકા, બજાજ ઑટો ૧.૯ ટકા, બ્રિટાનિયા ૨.૧ ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા પ્લસ હતા. યુપીએલ એક ટકો ઘટ્યો છે. સેન્સેક્સમાં ભારતી ઍરટેલ અડધા ટકાની પીછેહઠમાં ૭૪૩ હતો. 
રિલાયન્સ સાતેક રૂપિયાના મામૂલી ઘટાડામાં ૨૨૪૧ થયો છે. ગ્રુપ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૫.૫ ટકા, નેટવર્ક૧૮ સવાબે ટકા, ટીવી૧૮ બે ટકા, જસ્ટ ડાયલ સવા ટકો, ડેન નેટવર્ક એકાદ ટકો, હેથવે કેબલ પોણો ટકો, આલોક ઇન્ડ. પોણાબે ટકા અને સ્ટર્લિંગ વિલ્સન ૨.૭ ટકા અપ હતા. અદાણીની અન્ય જાતોમાં અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮૨, અદાણી ટ્રાન્સ સવા ટકો ઘટી ૧૦૦૨, અદાણી ગ્રીન સાડાચાર ટકા કપાઈ ૮૯૪, અદાણી ટોટલ સવાચાર ટકા બગડી ૮૭૧, અદાણી વિલ્મર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૩૮૭, એસીસી એકાદ ટકો સુધરીને ૧૬૨૯, અંબુજા સિમેન્ટ દોઢ ટકો વધી ૩૬૪ તથા એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૩ બંધ થયો છે. મોનાર્ક નેટવર્થ દોઢ ટકાની વધુ નબળાઈમાં ૧૯૩ રહ્યો છે. પતંજલિ ફુડ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૯૨૪ હતો. 

આ પણ વાંચો: એફપીઆઇએ શૅરબજારમાં ૭૨૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું

બૅન્કિંગ-ફાઇનૅન્સના ૯૦ ટકા શૅર વધ્યા, પરંતુ એલઆઇસી નવા તળિયે 

બૅન્ક નિફ્ટી ૦.૯ ટકા કે ૩૪૨ પૉઇન્ટ વધી ૩૯૯૧૦ થયો છે. અહીં તમામ ડઝન જાતો પ્લસ હતી. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ બારેબાર શૅરના સથવારે સવાત્રણ ટકા ઊંચકાયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી માત્ર ૪ શૅર ઘટ્યા છે. સાઉથ ઇન્ડિયન બૅન્ક સાત ગણા વૉલ્યુમે ૧૩ના કડાકામાં ૧૪.૩૯ થઈ છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક, તામિલનાડુ મર્કન્ટાઇલ અને ઉજ્જીવન બૅન્ક અડધો-પોણો ટકો નરમ હતો. સામે પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇઓબી, યુનિયન બૅન્ક, યુકો બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, જેકે બૅન્ક, કર્ણાટક બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક ચારથી નવેક ટકાની તેજીમાં રહી છે. એચડીએફસી બૅન્ક અડધો ટકો, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્ક સવા ટકાની આસપાસ, ઇન્ડસઇન્ડ બે ટકાની નજીક, તો સ્ટેટ બૅન્ક દોઢ ટકાથી વધુ પ્લસ થઈ છે. 

બૅન્કિંગની હૂંફ સાથે આઇઆઇએફએલ સાડાસાત ટકા, હુડકો સાડાછ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ પોણાછ ટકા, પૉલિસી બાઝાર પાંચ ટકા, કૅપ્રી ગ્લોબલ પોણાપાંચ ટકા, જીઆઇસી હાઉસિંગ તથા પિરામલ એન્ટર સાડાચાર ટકા, આદિત્ય બિરલા કૅપિટલ સવાચાર ટકા પ્લસમાં આપી ફાઇનૅન્સ બેન્ચમાર્ક એક ટકો સુધર્યો છે. એના ૧૪૧માંથી ૧૧૧ શૅર વધ્યા હતા. એચડીએફસી પોણો ટકો, બજાજ ફાઇ. ૧.૭ ટકા, બજાજ ફિન સર્વ બે ટકા, પેટીએમ બે ટકા સુધર્યા છે, પરંતુ એલઆઇસી ૫૩૦નું લાઇફ ટાઇમ નવું બૉટમ બનાવી પોણા ટકાથી વધુની નબળાઈમાં ૫૩૨ બંધ આવી છે. 

બ્રાઇટકૉમ ૨૦ ટકા તૂટી નવા તળિયે, વિપ્રો નવા બૉટમ બાદ સુધારામાં

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૩ શૅરના સુધારામાં ૦.૯ ટકા કે ૨૩૯ પૉઇન્ટ વધ્યો છે. અહીં સાઇબર ટેક ૧૧.૮ ટકા, ડીલિન્ક આઠ ટકા, નેલ્કો ૫.૧ ટકા, રેટ ગેઇન ૪ ટકા મજબૂત હતા. બ્રાઇટકૉમ પોણાચાર ગણા કામકાજે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૩.૩૧ના નવા તળિયે ગયો છે. બ્લૅક બૉક્સ છ ટકા, કેલ્ટોન ટેક્નૉ સાડાચાર ટકા, વકરાંગી સવાત્રણ ટકા, ડીજી સ્પેસ ૪.૬ ટકા કટ થયા છે. એમ્ફાસિસ પોણાત્રણ ટકા વધી ૧૭૧૪ હતો. વિપ્રો ૩૫૫નું નવું બૉટમ બતાવી પોણો ટકો વધીને ૩૫૯ રહ્યો છે. ઇન્ફી અડધા ટકા નજીક, ટીસીએસ પોણા ટકા નજીક, ટેક મહિન્દ્ર સવા ટકાની નજીક, એચસીએલ ટેક્નૉ પોણાત્રણ ટકા નજીક, તો લાટિમ દોઢ ટકો અપ હતા. 

ટેલિકૉમ ઇન્ડેક્સના સાધારણ સુધારા વચ્ચે તાતા ટેલિ, ઑન મોબાઇલ, એમટીએનએ અને ઑપ્ટિમસ ૫થી ૯ ટકા ઝળક્યા હતા. ડિશ ટીવી ૬ ટકા, નવનીત એજ્યુ. ૫.૨ ટકા, એનડીટીવી પાંચ ટકા, ઝી એન્ટર ત્રણ ટકા, નેટવર્ક૧૮ પોણાત્રણ ટકા, સનટીવી બે ટકા વધતાં નિફટી મીડિયા ઇન્ડેક્સ ૨.૭ ટકા પ્લસ થયો છે. સારેગામા પોણાચાર ટકા મજબૂત હતો. 

એમઆરએફના અડધા ટકાના ઘટાડાને બાદ કરતાં ઑટો ઇન્ડેક્સ બાકીના ૧૫ શૅર પ્લસમાં આપી પોણાબે ટકા કે ૪૭૯ પૉઇન્ટ ઊંચકાયો છે. મારુતિ એક ટકો, અશોક લેલૅન્ડ દોઢ ટકા, મહિન્દ્ર ૧.૭ ટકા, તાતા મોટર્સ ૧.૯ ટકા, હીરો મોટોકૉર્પ ૨.૪ ટકા, બજાજ ઑટો અઢી ટકા, આઇશર ૨.૮ ટકા, ટીવીએસ ૪.૪ ટકા વધ્યા છે. 

એક્સ-સ્પ્લિટમાં ભારત ઍગ્રિ તથા એક્સ-બોનસમાં ઇનોવાના ઊછળ્યા 

વેદાન્તાએ શૅરદીઠ ૨૦.૫૦ રૂપિયાનું પાંચમું ઇન્ટરિમ જાહેર કર્યું છે. શૅર ૨.૮ ટકા કે સાડાસાત રૂપિયા વધી ૨૮૨ બંધ આવ્યો છે. ભારત ઍગ્રિફર્ટ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૧૦૮ થઈ ૪ ટકા ઊછળી ૧૦૬ વટાવી ગયો છે. હિન્દુ. કન્સ્ટ્રક્શન્સ કંપનીએ એની સબસિડિયરીને ૧૩૨૩ કરોડમાં વેચી મારતાં ભાવ ૯ ટકા નજીકના ઉછાળે ૧૪ નજીક બંધ આવ્યો છે. એસ્ટેક લાઇફ સાયન્સ તાજેતરની ખરાબીમાં આગલા દિવસે ૧૦૫૦ના નવા તળિયે ગયા પછી બુધવારે ૨૦ ટકાના તગડા જમ્પમાં ૧૨૯૫ વટાવી ગયો છે. એનબીસીસી ઇન્ડિયાને સિડબી તરફથી ૧૪૬ કરોડનો ઑર્ડર મળતાં ભાવ બારેક ટકા ઊંચકાઈ ૩૫ નજીક પહોંચ્યો છે. સિમ્ફની ૬ ટકા ગગડી ૧૦૨૩ની અંદર ગયો છે. ઇન્ડોનેશિયા ખાતે પોણાસોળ કરોડ ડૉલરમાં નિકલ ઉત્પાદક કંપનીમાં ૪૯ હિસ્સો હસ્તગત કરવાના અહેવાલે જિન્દલ સ્ટેનલેસ ઉપરમાં ૨૯૦ થયા બાદ નજીવા ઘટાડે ૨૭૯ બંધ રહ્યો છે. ઇનોવાના થિન્કલૅબ્સ શૅરદીઠ એક બોનસ થતાં પોણાપાંચ ટકા ઊછળી ૩૧૨ નજીક પહોંચ્યો છે. સાઉથ ઇન્ડિયન બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ મુરલી રામક્રિશ્નન તરફથી હોદ્દા પર પુન: વરણીમાંથી બાકાત
રહેવાનો નિર્ણય જાહેર થતાં શૅર ૧૩ટકા તૂટ્યો છે. પ્રૉક્ટર ગૅમ્બલ હેલ્થ નીચામાં ૪૪૮૭ થઈ ૫.૭ ટકા કે ૨૭૪ રૂપિયા પટકાઈને ૪૫૭૮ બંધ આવ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2023 11:16 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK