Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બીએસઈનો સ્ટૅન્ડઅલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો

બીએસઈનો સ્ટૅન્ડઅલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો

12 February, 2020 12:44 PM IST | Mumbai

બીએસઈનો સ્ટૅન્ડઅલોન ત્રિમાસિક ચોખ્ખો નફો 151 ટકા વધ્યો

બીએસઈ

બીએસઈ


બીએસઈએ એના ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની નાણાકીય કામગીરી જાહેર કરી છે જે મુજબ સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો એના આગલા ત્રિમાસિક ગાળાના ૩૯.૨૨ કરોડ રૂપિયાથી ૧૫૧ ટકા વધીને ૩૧ ડિસેમ્બરના અંતે ૯૮.૫૦ કરોડ રૂપિયા થયો છે. કૉન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૬.૬૯ કરોડ રૂપિયાથી ૨૪ ટકા વધીને ૪૫.૫૭ કરોડ રૂપિયા થયો છે. કૉન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ માર્જિન ૨૩ ટકાથી વધીને ૩૧ ટકા થયું છે.

૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા નવ મહિનાના ગાળામાં સ્ટાર એમએફ પ્લૅટફૉર્મ પર પ્રોસેસ કરાતા ઑર્ડર્સનું પ્રમાણ આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૫૫ ટકા વધીને ૩૯૩ લાખ થયું છે.



ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ધોરણે ટર્નઓવર સ્થિર થયું છે અને આગળ જતા એમાં વધારો થવાની અપેક્ષા છે. ડિસેમ્બર ૨૦૧૯માં સેન્સેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સનું દૈનિક સરેરાશ ટર્નઓવર ૧૦૦૧ કરોડ રૂપિયાનું હતું એ જાન્યુઆરી ૨૦૨૦માં ૨૨૬૬ કરોડ રૂપિયાનું થયું છે. બીએસઈની સબસિડિયરી ઇન્ડિયા ઇન્ટરનૅશનલ એક્સચેન્જનું ટર્નઓવર બહુ ઝડપથી વધી રહ્યું છે. એના સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નવ મહિનામાં ૨૧૧ ટકાનો વધારો થયો છે અને એનો બજારહિસ્સો ૮૩ ટકા થયો છે. નાણાકીય કામગીરીની જાહેરાત પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે સરકારે ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેન્ટર ઑથોરિટી બિલ, ૨૦૧૯ પસાર કરીને બહુ મહત્વનું પગલું લીધું છે. આના કારણે આઇએફએસસી ગિફ્ટ સિટીનો વિકાસ થશે. એ ઉપરાંત સરકારે વેરા પક્ષે પણ ટેકો પૂરો પાડતાં બીએસઈના ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ઇન્ડિયા આઇએનએક્સની કામગીરી ઉત્તમ રહેશે. 


બીએસઈએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂપિયામાં દર્શાવેલા બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ માટે આઇસીઈ બ્રેન્ટ ઇન્ડેક્સ સાથે લાઇસન્સિંગ કરાર કર્યો છે. કૉમોડિટી સેગમેન્ટમાં અત્યારે ૨૭૬ મેમ્બર્સ છે અને સરેરાશ દૈનિક ટર્નઓવર ૨૦૩ કરોડ રૂપિયા છે.

બીએસઈએ પાવર એક્સચેન્જની સ્થાપના માટે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનમાં લાઇસન્સ માટેની અરજી કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 12:44 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK