Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ બે દિવસ બાદ નજીવો સુધર્યો, નિફ્ટીમાં નહીંવત્ નરમાઈ જોવાઈ

સેન્સેક્સ બે દિવસ બાદ નજીવો સુધર્યો, નિફ્ટીમાં નહીંવત્ નરમાઈ જોવાઈ

Published : 14 August, 2026 08:18 AM | IST | Mumbai
Anil Patel

સુદર્શન કેમિકલ્સનો નફો ૧૦૬ ટકા વધીને આવ્યો, શૅર અડધો ટકો વધ્યો: અનાવિલ વાયર લિસ્ટિંગ બાદ ઉપલી સર્કિટ ચાલુ રાખીને સતત નવા બેસ્ટ લેવલે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૬૩ મૂન્સ નફામાંથી ખોટમાં સરી પડતાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની ઃ Paytmમાં નવી મલ્ટિયર ટૉપ, નવો ઑર્ડર મળતાં મિશ્ર ધાતુ નિગમ ૮.૯ ટકા ઊછળી નવા શિખરે બંધ ઃ લેન્સકાર્ટનો ત્રિમાસિક નફો ૨૭૩ ટકા વધતાં શૅર ઑલટાઇમ હાઈ બનાવી પોણાબે ટકા સુધર્યો ઃ SKF ઇન્ડિયા આવક અને નફામાં તગડો ઘટાડો થવા છતાં શૅર પોણાપાંચ ટકા ઊંચકાયો ઃ સુદર્શન કેમિકલ્સનો નફો ૧૦૬ ટકા વધીને આવ્યો, શૅર અડધો ટકો વધ્યો ઃ અનાવિલ વાયર લિસ્ટિંગ બાદ ઉપલી સર્કિટ ચાલુ રાખીને સતત નવા બેસ્ટ લેવલે

ગુરુવારે સેન્સેક્સ-નિફ્ટી સામસામા રાહે બંધ થયાં છે. સેન્સેક્સ બે દિવસની પીછેહઠ બાદ ગઈ કાલે ૧૧૩ પૉઇન્ટ સુધરી ૭૮,૦૮૦ નજીક બંધ થયો છે. નિફ્ટીમાં ૪૦ પૉઇન્ટ જેવા ઘટાડે ૨૪,૩૯૬ ક્લોઝિંગ આવ્યું છે. શૅરઆંક આગલા બંધથી ૧૪૬ પૉઇન્ટ પ્લસ ૭૮,૧૧૨ ખુલ્યા પછી નીચામાં ૭૭,૬૬૬ અને ઉપરમાં ૭૮,૧૧૯ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૭૧,૦૦૦ કરોડ વધી ૪૯૨.૮૮ લાખ કરોડ થયું છે. બજારનાં બહુમતી સેક્ટોરલ નરમ છતાં રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, FMCG એક ટકો, નિફ્ટી કેમિકલ્સ સવા ટકો પ્લસ હતો. નિફ્ટી મેટલ એક ટકો ઘટ્યો છે. IT બેન્ચમાર્ક અડધો ટકો અપ હતો. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પોણાત્રણેક ટકા વધી ૧૦૯૦ના બંધમાં તો સેન્સેક્સ ખાતે ઇન્ડિગો ૨.૯ ટકા વધીને ૫૩૯૦ના બંધમાં ટૉપ ગેઇન બની છે. નિફ્ટીમાં ઇન્ડિગો માત્ર ૦.૭ ટકા વધીને ૫૩૭૦ રહી છે. સેન્સેક્સ ખાતે અન્યમાં NTPC અને ભારત ઇલેક્ટ્રૉનિક્સ બે-બે ટકા, લાર્સન બે ટકા નજીક, હિન્દુસ્તાન યુનિલીવર પોણાબે ટકા, એટર્નલ ૧.૬ ટકા, ટેક મહિન્દ્રા દોઢ ટકો, બજાજ ફીનસર્વ ૧.૪ ટકા વધ્યાં છે. નિફ્ટી ખાતે તાતા મોટર્સ પૅસેન્જર બે ટકા નજીક, NTPC ૧.૪ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૩ ટકા, લાર્સન સવા ટકો, એટર્નલ સવા ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૨ ટકા વધી હતી. આગલા દિવસે બન્ને બજારમાં ટૉપ લૂઝર બનેલી TCS ગઈ કાલે એક ટકો સુધરી ૨૩૭૩ રહી છે. 
સેન્સેક્સ ખાતે ICICI બૅન્ક સવા ટકો બગડી ૧૪૧૦ના બંધમાં ટૉપ લુઝર બની બજારને ૧૦૯ પૉઇન્ટ નડી છે. ટાઇટન એક ટકો, રિલાયન્સ પોણો ટકો, અલ્ટાટેક પોણા ટકા નજીક, ઇન્ફોસિસ અડધો ટકો માઇનસ થઈ છે. નિફ્ટીમાં હિન્દાલ્કો ત્રણ ટકા ગગડી ૧૦૪૬ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ICICI બૅન્ક પોણાબે ટકા, SBI લાઇફ એક ટકો નરમ હતી. એસ્ટ્રલ લિમિટેડ ૪૭ ગણા કામકાજે નવ ટકા કે ૧૩૩ની તેજીમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. મિશ્ર ધાતુ નિગમ ૯ ટકા નજીક ઊછળી ૪૪૪ ઉપર નવા શિખરે ગઈ છે. બ્લૅક બૉક્સ પરિણામ પાછળ પોણાઆઠ ટકા તથા આઝાદ એન્જિનિયરિંગ સાડાસાત ટકા કે ૧૮૪ રૂપિયા મજબૂત થઈ છે. 
૬૩ મૂન્સની ત્રિમાસિક આવક ૩૫૦ ટકા વધીને ૧૩૭ કરોડ વટાવી ગઈ છે, પરંતુ કંપની ૩૦૮ લાખના નેટ નફામાંથી ૩૯૬૮ લાખની નેટ લૉસમાં આવી છે. શૅર સરેરાશ કરતાં ૪૦ ટકા વૉલ્યુમે નીચામાં ૭૭૯ થઈ ૭.૭ ટકા બગડી ૮૦૦ નજીકના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બન્યો છે. સ્કાયટેક પાંચ ટકા કે ૧૯૫ રૂપિયા ગગડ્યો છે. તગડા રિઝલ્ટમાં લેન્સકાર્ટ સૉલ્યુશન્સ ૪ ગણા વૉલ્યુમે ૬૨૭ની ટોચે જઈ પોણાબે ટકા વધીને ૫૯૬ વટાવી ગઈ છે. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર્સની આવક ૨૭ ટકા વધીને ૭૫૬ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૪૧ કરોડની સામે બમણાથી વધુ, ૯૦૪૦ લાખ થયો છે. ભાવ અઢી ગણા કામકાજે ઉપરમાં ૪૮૭ નજીક જઈને ૨.૪ ટકા વધીને ૪૭૯ બંધ થયો છે. Paytm અઢી ટકા વધીને ૧૬૪૬ની નવી મલ્ટિયર ટોચે પહોંચી છે.



વસઈની ટેક્નોક્રેટ્સ પ્લાઝમા સહિત આજે ૩ SME ઇશ્યુ ખૂલશે
આજે, શુક્રવારે ત્રણ નવાં SME ભરણાં ખૂલશે. મહારાષ્ટ્રના પાલઘરના વસઈ (ઈસ્ટ) ખાતેની ટેકનોક્રેટસ પ્લાઝમા સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૨ની અપરબેન્ડમાં કુલ ૬૧ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. માર્કેટ મેકર્સ માટે ત્રણ કરોડના શૅર છે. QIB પોર્શન ૫૦ ટકા છે. કંપની પ્લાઝમા-બેઝ્ડ સર્ફેસ ટ્રીટમેન્ટ તથા કોટિંગ સૉલ્યુશન્સ વિવિધ મૅન્યુફૅક્ચરિંગ એકમો માટે બનાવે છે. ગત વર્ષે ૬૭૮ ટકાના વધારામાં ૪૯૪૪ લાખની આવક ઉપર ૨૬૭ ટકા વૃદ્ધિદરથી ૮૧૧ લાખ નેટ નફો બતાવ્યા પછી કંપનીએ ચાલુ વર્ષે ૩ માસમાં ૩૦૬૯ લાખની આવક અને ૩૫૫ લાખ નફો દેખાડ્યો છે. દેવું સવા વર્ષમાં ૬૬ ટકા વધી ૧૧ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૪૪૦૭ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૮૭૯ લાખ હાલના યુનિટ માટે જરૂરી મશીનરી ઇક્વિપમેન્ટ્સ ખરીદવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૨૯થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી ૧૨ થયા પછી હાલ બાવીસ આસપાસ ચાલે છે. 
બીજી કંપની નોઅેડાની ENS એન્ટરપ્રાઇઝિસ ૧૦ના શૅરદીઠ ૯૨ની અપરબેન્ડમાં ૩૩ કરોડનો BSE SME IPO કરવાની છે. માર્કેટ મેકર્સ માટે બે કરોડના શૅર છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ડિજિટલ કૉમર્સ અને સૉફ્ટવેર સૉલ્યુશન પૂરાં પાડે છે. ડઝનથી વધુ દેશોમાં ૧૪૦ પ્રોફેશનલ્સ અેના ક્લાયન્સ હોવાનો દાવો કરે છે. જોકે તેણે ૨૦૨૫-૨૬ના વર્ષ માટે માત્ર પ્રથમ છ માસના જ રિઝલ્ટ આપ્યા છે. અગાઉના ૨૦૨૪-’૨૫ના વર્ષે ૧૮૨ ટકાના વધારામાં ૨૮૬૨ લાખની આવક ઉપર ૩૧૧ ટકા વૃદ્ધિદરથી ૩૭૦ લાખ નફો બતાવી દીધા પછી ગત વર્ષે પ્રથમ છ માસમાં જ કંપનીએ ૨૮૩૫ લાખની આવક ઉપર ૪૦૨ લાખ નફો રળી લીધો છે. દેવું ૧૨૦ લાખ છે. ઇશ્યુમાંથી ૧૭૦૨ લાખ હાલની પ્રોડક્ટ્સના અપગ્રેડેશન માટે મેનપાવર હાયર કરવા તથા ૬૭૫ લાખ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા વાપરશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. 
ત્રીજી કંપની બૅન્ગલોરની સ્કાયટેક ઇન્ફિનીટ પ્લૅટફૉર્મ ૧૦ના શૅરદીઠ ૭૭ની અપરબેન્ડમાં ૨૩ કરોડનો NSE SME ઇશ્યુ આજે લાવશે. માર્કેટ મેકર્સ માટે એક કરોડના શૅર રિઝર્વ્ડ છે. QIB પોર્શન ફક્ત એક ટકા છે, રીટેલ પોર્શન ૪૯.૯ ટકા રખાયો છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની ટર્નકી ધોરણે ઇન્ડસ્ટ્રિયલ ઑટોમેશન સર્વિસીસ પૂરી પાડે છે. ગત વર્ષે ૧૫ ટકા વધારામાં ૫૨૧૪ લાખની આવક ઉપર ૧૩ ટકા વધારામાં ૪૨૦ લાખ નફો કર્યો છે. દેવું ૫૩૯ લાખથી વધી ૯૨૫ લાખ થયું છે. ઇશ્યુમાંથી ૧૬૮૧ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.


LAPL ઑટોમાં ૩૬ ટકાનું રિટર્ન, ફેસિનેટ ટેક્સટાઇલની મુદત વધારાઈ
ગઇ કાલે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની LAPL ઑટોમોટિવ ૧૦ના શૅરદીઠ ૯૪ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે બાવીસથી શરૂ થયા બાદ સતત વધતા રહીને છેલ્લે ૪૯ થયેલા પ્રીમિયમ સામે BSEમાં ૧૩૫ ખૂલી ૧૨૮ બંધ રહેતાં ૩૬.૫ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૨ ગણો છલકાયો હતો. આજે શુક્રવારે મેઇન બોર્ડમાં લીપ ઇન્ડિયા તથા ટેકનોક્રાફ્ટ વેન્ચર્સ અને SME સેગમેન્ટમાં વિપુલ ડી. શાહની ઑપ્ટિમાયસિક્સ એન્ટરટેઇનમેન્ટ લિસ્ટેડ થવાની છે. હાલ લીપ ઇન્ડિયામાં ૧૪, ટેકનોક્રાફ્ટમાં ૩૭ અને અઑપ્ટિમાયસિક્સમાં ઝીરો પ્રીમિયમ છે. આગલા દિવસે ૨૬.૭ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૬૭ બંધ થયેલી આર્ડી ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૬૪નું તળિયું દેખાડી ૩.૪ ટકા ગગડી ૬૫ નજીક રહી છે. મુંબઈના માહિમની જી.વી. ઇલેક્ટ્રિકલ્સ ૨૭.૬ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૬૬ નજીક બંધ થયા પછી ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ગગડી ૧૫૮ થઈ છે તો તાજેતરમાં લિસ્ટેડ એજસ ટેક્નૉલૉજીઝ ૧૪૪ની ટોચે જઈ સવાચાર ટકા વધી ૧૪૩ અને અનાવિલ વાયર ૪૦૧ નજીક 
નવું શિખર બનાવી પાંચ ટકા વધી ત્યાં જ હતી. 
દરમ્યાન મિલ્કી મિસ્ટ ડેરીનો બેના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૧૫૫૩ કરોડનો ઇશ્યુ ગઈ કાલે રીટેલમાં ૮.૯ ગણા સહિત કુલ ૫૯ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ પ્રીમિયમ ૨૯નું છે. પ્રથમ બે દિવસ દરમ્યાન જેને નબળો રિસ્પૉન્સ મળ્યો હતો અે SME કંપની ફેસિનેટ ટેક્સટાઇલ ગઈ કાલે નિયત મુદત પ્રમાણે આખરી દિવસે રીટેલમાં ૩૭ ટકા અને કુલ ૪૧ ટકા તથા શામ ફોમ રીટેલમાં ૨.૬ ગણો અને કુલ ૨.૪ ગણો ભરાયો છે. ફેસિનેટ શૅરદીઠ ૧૫૬ના ભાવથી ૬૭ કરોડનો SME SME ઇશ્યુ તો શામફોમ શૅરદીઠ ૧૩૦ના ભાવથી ૪૦૪૮ લાખનો BSE SME ઇશ્યુ લાવી હતી. ફેસિનેટની મુદત લંબાવીને ૧૯ ઑગસ્ટ કરાઈ છે. અપરબેન્ડ ઘટાડી ૧૫૧ કરાઈ છે.
મેઇન બોર્ડમાં શિપરૉકેટનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૧૬૧૭ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવાત્રણ ગણો અને બિહારીલાલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૮૫ના ભાવનો ૩૦૨ કરોડનો ઇશ્યુ કુલ સાડાઆઠ ગણો ભરાયો છે. હાલ શિપરૉકેટમાં ૩૪નું અને બિહારીલાલમાં ૭૮નું પ્રીમિયમ ચાલે છે. SME કંપની ક્રિડેન્ટ કનેક્ટનો ૧૦ના શૅરદીઠ ૧૮૯ની અપરબેન્ડમાં ૯૪ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ત્રણ ગણા સહિત કુલ ૨.૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ બાવન થયું છે. બીજા દિવસના અંતે પ્રમોદિની મેડીકૅરનો શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૬૯ કરોડનો ઇશ્યુ કુલ ૯૧ ટકા તથા Q&T ફૂડ્સનો શૅરદીઠ ૧૧૫ના ભાવનો ૨૬ કરોડનો ઇશ્યુ કુલ ૯૪ ટકા ભરાયો છે. હાલ પ્રમોદિનીમાં ઝીરો અને Q&Tમાં પાંચનું પ્રીમિયમ છે. 

અપોલો હૉસ્પિટલ્સનાં બહેતર પરિણામ, શૅરમાં નજીવો સુધારો 
સરકારની ૫૬.૨૫ ટકા માલિકીની MTNLની આવક ૨૬ ટકા વધી ૨૧૭ કરોડ તથા નેટ લૉસ ૯૪૩ કરોડથી ઘટી ૮૪૨ કરોડ રહી છે. શૅર ૧.૭ ટકા ઘટી ૨૬.૫૨ થયો છે. ગુડયર ઇન્ડિયાની આવક ૧૮ ટકા વધી ૭૭૪ કરોડ થવા છતાં નફો ૫૪ ટકા ગગડી ૬૫૦ લાખ નોંધાયો છે. શૅર નીચામાં ૭૮૦ થઈ ૩.૭ ટકા ઘટી ૭૮૧ હતો. વિસુવિયસ ઇન્ડિયાની આવક સવાચાર ટકા વધીને ૫૪૬ કરોડ તથા નફો ૭ ટકા ઘટી ૫૮ કરોડ થયો છે. શૅર નીચે ૪૩૯ બતાવી ૩.૯ ટકા ઘટી ૪૪૦ રહ્યો છે. સુદર્શન કેમિકલ્સે સાડાપાંચ ટકા વધારામાં ૨૬૪૨ કરોડની આવક ઉપર ૧૦૬ ટકા વૃદ્ધિદરથી ૯૭૩૦ લાખ નેટ નફો મેળવ્યો છે. ભાવ ઉપર ૧૧૦૦ થઈ અડધો ટકો વધી ૧૦૫૧ બંધ હતો. SKF ઇન્ડિયાની આવક ૫૪ ટકા ઘટીને ૫૮૮ કરોડ તથા ચોખ્ખો નફો ૪૭.૬ ટકા ગગડી ૬૨ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૧૭૧૩ દેખાડી ૪.૮ ટકા ઊછળી ૧૬૦૫ હતો. 
અપોલો હૉસ્પિટલ્સે ૨૦.૬ ટકા વધારામાં ૭૦૪૪ કરોડની આવક ઉપર ૩૪.૨ ટકા વધારામાં ૫૮૧ કરોડ નેટ નફો હાંસલ કરી ધારણાથી સારા રિઝલ્ટ આપ્યા છે. શૅર ઉપરમાં ૮૭૮૫ જઈ ૦.૪ ટકા સુધરી ૮૫૯૫ રહ્યો છે. GMR અૅરપોર્ટ્સની આવક ૨૩.૭ ટકા વધી ૩૯૬૪ કરોડ થતાં કંપની ૨૧૨ કરોડની નેટ લૉસમાંથી ૯૧ કરોડના નેટ નફામાં આવી છે. શૅર ઉપર ૧૦૭ થઈ દોઢ ટકો ઘટી ૧૦૩ થયો છે. ટીટાગર રેલની આવક સાડાબાર ટકા વધી ૭૬૫ કરોડ થઈ છે. કંપનીએ ૨૩ કરોડની ખોટ સામે ૫૨.૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ ૧.૮ ટકા વધી ૮૫૧ હતો. DCX સિસ્ટમ્સની આવક ૫૩.૬ ટકા ઘટી ૧૦૩ કરોડ થઈ છે. કંપની ૪૧૦ લાખના નફામાંથી ૮૭૦ લાખની ખોટમાં આવી છે. શૅર નીચામાં ૧૬૫ બતાવી ૩.૩ ટકા ગગડી ૧૭૧ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 08:18 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK