આ સુધારો કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ની કલમ ૨૫(૧) અને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા કેન્દ્ર સરકારે કપાસની આયાત પર મળતી કસ્ટમ્સ-ડ્યુટીની મુક્તિની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. અગાઉ આ છૂટની અંતિમ તારીખ ૩૧ ઑક્ટોબર હતી. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી કાપડ અને રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન-ખર્ચ ઘટાડવામાં મદદ મળશે જેનો સીધો લાભ ઉત્પાદકો અને ગ્રાહકોને થશે. આ સાથે જ સ્થાનિક ખેડૂતોનાં હિતોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. બજારમાં કપાસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, ખાસ કરીને સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME)ને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. નાણાં-મંત્રાલયે ૨૦૨૬ની ૩૦ મેના કસ્ટમ્સ નોટિફિકેશનમાં સુધારો કરીને આ રાહત વધુ બે મહિના માટે લંબાવી છે. આ સુધારો કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ની કલમ ૨૫(૧) અને ફાઇનૅન્સ ઍક્ટ ૨૦૨૧ની કલમ ૧૨૪ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.
