નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બૅન્કની પ્રથમ નાણાકીય નીતિ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે
શક્તિકાંત દાસ
ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં રિઝર્વ બૅન્કે (Reserve Bank of India) સતત છઠ્ઠી વખત રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો હતો. આજે, નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બૅન્કની પ્રથમ નાણાકીય નીતિ (RBI Monetary Policy) બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ નાણાકીય નીતિની બેઠકમાં સતત સાતમી વખત આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે સામાન્ય લોકોને ઈએમઆઈમાં અત્યારે રાહત નહીં મળે.
નોંધનીય છે કે મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે આરબીઆઈની નાણાકીય નીતિ (RBI Monetary Policy)ની બેઠકમાં રેપો રેટમાં 250 બેસીઝ પોઇન્ટ્સનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્કે સતત 7મી મોનેટરી પૉલિસી મીટિંગમાં રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે.
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2025માં 7 ટકાથી વધશે ભારતનું જીડીપી
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.9 ટકા અને ત્રીજા-ચોથા ક્વાર્ટરમાં 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય નીતિના નિર્ણયો પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25 ટકા પર અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બૅન્ક રેટ 6.75 ટકા પર યથાવત છે.
સોમવારે ૧ એપ્રિલે ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કે ડિપોઝિટ નહીં થાય: RBI
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલે એની દેશભરની ૧૯ શાખામાં ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કે ડિપોઝિટ નહીં કરી શકાય, કારણ કે બૅન્ક એ દિવસે અકાઉન્ટ્સ ક્લોઝિંગના કામમાં વ્યસ્ત રહેશે. બૅન્કે જણાવ્યું હતું કે મંગળવારથી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે લોકોને ૨૦૨૩ની ૧૯ મેથી અમદાવાદ, બૅન્ગલોર, મુંબઈ સહિતનાં શહેરોમાં આવેલી RBIની ૧૯ ઑફિસોમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરવાની સુવિધા મળી છે.
ભારતીય બૅન્કો પર વધ્યો સાયબર હુમલાનો ખતરો
ભારતીય રિઝર્વ બૅન્કે બૅન્કોને સાયબર હુમલાના વધતા જોખમ અંગે ચેતવણી આપી છે. સેન્ટ્રલ બૅન્કને આશંકા છે કે આવનારા દિવસોમાં કેટલીક ભારતીય બૅન્કો પર સાયબર હુમલા વધી શકે છે. આ ઍલર્ટની સાથે રિઝર્વ બૅન્કે બૅન્કોને સાયબર સિક્યોરિટી સુધારવા માટેના સૂચનો પણ આપ્યા છે.


