કારણ કે બૅન્ક એ દિવસે અકાઉન્ટ્સ ક્લોઝિંગના કામમાં વ્યસ્ત રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ૧ એપ્રિલે એની દેશભરની ૧૯ શાખામાં ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કે ડિપોઝિટ નહીં કરી શકાય, કારણ કે બૅન્ક એ દિવસે અકાઉન્ટ્સ ક્લોઝિંગના કામમાં વ્યસ્ત રહેશે. બૅન્કે જણાવ્યું હતું કે મંગળવારથી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે લોકોને ૨૦૨૩ની ૧૯ મેથી અમદાવાદ, બૅન્ગલોર, મુંબઈ સહિતનાં શહેરોમાં આવેલી RBIની ૧૯ ઑફિસોમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરવાની સુવિધા મળી છે.