RBIના ગવર્નરે સ્પષ્ટ કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ટૅરિફ સંબંધિત ચિંતાઓને કારણે અમે સતર્ક રહેવા મજબૂર છીએ.
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ગઈ કાલે સતત બીજી વાર રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નહોતો. RBIની મૉનિટરી કમિટીની બેઠકમાં રેપો રેટને ૫.૫ ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ માહિતી આપી હતી. નિષ્ણાતોએ આ બાબતે કહ્યું હતું કે રેપો રેટ યથાવત્ રહેશે એવું જ અનુમાન હતું. આ નિર્ણય મૉનિટરી પૉલિસીનો ન્યુટ્રલ ઝુકાવ દર્શાવે છે. રેપો રેટમાં છેલ્લે જૂન ૨૦૨૫માં ૦.૫૦ ટકા બેસિસ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત RBIએ ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ગ્રોથના અનુમાનને ૬.૫ ટકાથી વધારીને ૬.૮ ટકા કર્યો હતો. RBIના ગવર્નરે સ્પષ્ટ કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ટૅરિફ સંબંધિત ચિંતાઓને કારણે અમે સતર્ક રહેવા મજબૂર છીએ.


