Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પીએનબીએ એફડીના વ્યાજદર ૦.૫૦ ટકા વધાર્યા

પીએનબીએ એફડીના વ્યાજદર ૦.૫૦ ટકા વધાર્યા

05 January, 2023 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનિયર સિટિઝન માટેના દરમાં પણ વધારાનો ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


સરકારી ક્ષેત્રની પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી)એ વિવિધ સમયગાળા માટે ફિક્સ ડિપોઝિટના દરમાં ૦.૫ ટકા સુધીનો વધારો કર્યો છે. બૅન્કે બે કરોડથી નીચેની ડિપોઝિટ માટે એક વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટેની ડિપોઝિટના દર ૦.૫૦ ટકા વધારીને ૬.૭૫ ટકા કર્યા છે.

નવા દર પહેલી જાન્યુઆરીથી લાગુ થયા છે. સિનિયર સિટિઝન માટેના દરમાં પણ વધારાનો ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે. પીએનબીની ઉત્તમ સ્કીમ કે જેમાં મુદત પહેલાં ઉપાડની છૂટ ન આપવા સાથેનો દર ૬.૮૦ ટકા કર્યો છે. જોકે બૅન્કે ૬૬૬ દિવસ માટેની મુદતમાં ૮.૧ ટકાનો દર યથાવત્ રાખ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK