Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > શૅમ્પૂ, બિસ્કિટ્સ, સાબુનાં નાનાં પૅકિંગ્સનાં ભાવ નહીં ઘટે, પણ ક્વૉન્ટિટી વધશે

શૅમ્પૂ, બિસ્કિટ્સ, સાબુનાં નાનાં પૅકિંગ્સનાં ભાવ નહીં ઘટે, પણ ક્વૉન્ટિટી વધશે

Published : 14 September, 2025 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો આવી માગણીને સરકાર માન્ય કરે તો બે, પાંચ અને ૧૦ રૂપિયાવાળાં નાનાં પૅકેટ્સના ભાવ એટલા જ રાખીને એમાં માલનું પ્રમાણ વધારવાનો પ્રસ્તાવ આપ્યો કંપનીઓએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં સુધારા કરવામાં આવ્યા બાદ દરેક ક્ષેત્રમાં એ પ્રમાણે ફેરફાર થઈ રહ્યા છે. જોકે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)ના નાના પૅકિંગમાં કે પાઉચ પૅકિંગમાં તાત્કાલિક સુધારો શક્ય ન હોવાથી ઉત્પાદકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે તેઓ ગ્રાહકોને GSTના દરમાં ઘટાડાનો ફાયદો પહોંચાડવા માટે વધારે માત્રામાં પૅકિંગ કરશે. આ પ્રસ્તાવ વિશે સરકાર એકાદ દિવસમાં નિર્ણય લેશે.

GSTના નવા દર બાવીસમી સપ્ટેમ્બરે અમલી થશે ત્યારે પાંચ, ૧૦ અને ૨૦ રૂપિયાના પૅકિંગમાં ગ્રાહકોને વધારે ક્વૉન્ટિટીમાં માલસામાન આપવામાં આવશે. સરકાર આને મંજૂરી આપે એવી શક્યતા છે. શુક્રવારે ઘણી FMCG કંપનીઓ, ઉદ્યોગસંસ્થાઓના પ્રતિનિધિઓ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ અને કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દે વાતચીત થઈ હતી. એમાં બિઝનેસગૃહોએ સ્પષ્ટતા માગી હતી કે શું સમાન ભાવે વધુ ઉત્પાદન ઑફર કરવાથી ભાવઘટાડા તરીકે લાયક ઠરી શકે છે, ખાસ કરીને શૅમ્પૂના નાના પૅક માટે જ્યાં ભાવમાં સુધારો કરવો મુશ્કેલ છે.



કંપનીઓએ દલીલ કરી હતી કે બિસ્કિટ, નાસ્તા, સાબુ અને ડિટર્જન્ટ જેવાં ઉત્પાદનો માટે પાંચ રૂપિયા અને ૧૦ રૂપિયાનાં પૅક ગ્રામીણ અને ઓછી આવક ધરાવતાં શહેરી બજારો પર પ્રભુત્વ ધરાવે છે. મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP)માં ભાવઘટાડો પ્રમોશનલ વ્યૂહરચનાને વિક્ષેપિત કરી શકે છે. મોટા પૅક માટે MRPમાં સીધો ઘટાડો થશે, જ્યારે નાના પૅકમાં માત્રા વધારીને લાભ આપવાની સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2025 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK