હવે હિસાબોનો બૅક-અપ દૈનિક ધોરણે કંપનીઓએ સાચવવો પડશે

પ્રતીકાત્મક તસવીર
સરકારે કંપનીઓ દ્વારા હિસાબના ચોપડા જાળવવા સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે, નિષ્ણાતો કહે છે કે ફેરફારો સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ખાતાંઓની વિગતવાર ચકાસણી માટે પ્રદાન કરશે.
આ મહિનાની શરૂઆતમાં, કૉર્પોરેટ બાબતોના મંત્રાલય, જે કંપની કાયદાનો અમલ કરી રહી છે, તેણે કંપનીઝ (અકાઉન્ટ્સ) ચોથા સુધારા નિયમો, ૨૦૨૨ને સૂચિત કર્યા. આ ફેરફારો ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં હિસાબી ચોપડા રાખવાની રીત સાથે સંબંધિત છે.
હવે, કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે હિસાબોના ચોપડાઓ અને અન્ય સંબંધિત પુસ્તકો અને ઇલેક્ટ્રૉનિક મોડમાં જાળવવામાં આવેલા કાગળો ભારતમાં હંમેશાં મળતા રહેશે. ઉપરાંત, ઇલેક્ટ્રૉનિક મોડમાં જાળવવામાં આવેલી કંપનીના હિસાબો અને અન્ય પુસ્તકો અને કાગળોનો બૅક-અપ ફરજિયાતપણે ભારતમાં ભૌતિક રીતે સ્થિત સર્વરમાં ‘દૈનિક ધોરણે’ રાખવું જોઈએ. અગાઉ, જરૂરિયાત ફક્ત ‘પિરિયોડિકલી ધોરણે’ હતી.