અંબાણી પરિવારની ગણપતિ પૂજા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે. હવે આ ઉજવણીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર આરતી કરતાં જોવા મળે છે
ફાઇલ તસવીર
અંબાણી પરિવારની ગણપતિ પૂજા ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થઈ રહી છે. હવે આ ઉજવણીનો અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન અને તેનો પરિવાર આરતી કરતાં જોવા મળે છે. ઉપરાંત નીતા અંબાણી (Nita Ambani) શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને ભેટી પડતા ખૂબ જ ખુશ જોવા મળે છે. વીડિયોમાં દીપિકા પાદુકોણ પણ છે, જે શાહરૂખના પુત્ર અબરામના વાળ સ્ટાઈલ કરી રહી છે. આ વીડિયો પર ઘણા લોકોએ કૉમેન્ટ કરી છે. કેટલાક લોકો નીતા અંબાણીની એક્સાઈટમેન્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક દીપિકા અને અબરામની બોન્ડિંગને ક્યૂટ કહી રહ્યા છે.
શાહરૂખે પરિવાર સાથે આશીર્વાદ લીધા
ADVERTISEMENT
અંબાણી પરિવારની ગણપતિ પૂજામાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. પાપારાઝી વિરલ ભાયાણીએ અંદરનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન સીડીઓ પરથી નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે. તેને જોઈને નીતા અંબાણીએ ખુશીથી તેને ભેટી પડે છે. શાહરૂખ (Shah Rukh Khan) પણ એટલો જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. દીપિકા પાદુકોણ અબરામના વાળને સ્ટાઇલ કરી રહી છે. ગૌરી ખાન પણ ત્યાં જોવા મળી રહી છે. શાહરૂખ ગણપતિની પૂજા કરે છે. સુહાના, ગૌરીની માતા અને અબરામ નજીકમાં જોવા મળે છે.
View this post on Instagram
વીડિયો પર જોવા મળેલી ફની કૉમેન્ટ્સ
આ વીડિયો પર એક કૉમેન્ટ છે, “જુઓ શાહરૂખને જોયા બાદ નીતા અંબાણીનો ઉત્સાહ.” બીજાએ લખ્યું છે કે, “શાહરૂખને જોઈને નીતાજી આટલા ઉત્સાહિત કેમ છે? તે નાની ચાહક છોકરીની જેમ ખુશ થઈ રહ્યાં છે.” અન્ય એકે કૉમેન્ટ કરી છે કે, દીપિકા હંમેશાથી અબરામને ખૂબ પસંદ કરે છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “દીપિકા અબરામના વાળ ઠીક કરી રહી છે, તે ખૂબ જ ક્યૂટ છે.” આ સેલિબ્રેશનમાં પણ ફિલ્મ જગતની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં સલમાન ખાનથી લઈને અજય દેવગણ અને હેમા માલિનીથી લઈ દિશા પટની સુધીના બૉલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતાં.
રાજ ઠાકરે પણ હાજર દેશનો ધનાઢ્ય પરિવાર, મુકેશ અંબાણીના ઘરે પર બાપ્પાનું આગમન થયું હતું. સમગ્ર પરિવારે સાથે મળીને ગજાનંદની આરતી કરી હતી. MNS પ્રમુખ રાજ ઠાકરે તેમના પુત્ર અમિત અને પત્ની શર્મિલા સાથે મંગળવારે મુકેશ અંબાણીના નિવાસસ્થાને ગયા હતા અને ભગવાન ગણેશની પૂજામાં જોડાયા હતાં. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય મોટા શહેરોમાં ગણેશ મંડળો છેલ્લા કેટલાક દિવસોમાં તેમના પંડાલોમાં ઢોલ-તાશાના નાદ સાથે શોભાયાત્રામાં મોટી મૂર્તિઓ લઈ ગયા હતા. અંબાણી પરિવારે પણ ભાવથી ગણેશજીને વધાવ્યા હતાં. MNS નેતા રાજ ઠાકરે અને લોકપ્રિય ઉદ્યોગકાર મુકેશ અંબાણી એક ફ્રેમમાં જોવા મળી રહ્યાં છે.

