આની ખાસિયત એ છે કે એ ન તો કોઈ લાઇન કે સ્ટ્રોક પણ માત્ર એસઆરકે અક્ષરો દ્વારા બનાવવામાં આવ્યું છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આ વર્ષે શાહરુખ ખાન ઘણા કલાકારોની પીંછીએ રંગાઈ ચૂક્યો છે ત્યાં એક ડિજિટલ આર્ટિસ્ટે બૉલીવુડના પઠાણનું એક વિશેષ પોર્ટ્રેટ બનાવ્યું છે. આની ખાસિયત એ છે કે એ ન તો કોઈ લાઇન કે સ્ટ્રોક પણ માત્ર એસઆરકે અક્ષરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કલાત્મક સ્કેચિંગ જૌમાના ડ્રૉઇંગ નામના ઇન્સ્ટા અકાઉન્ટ દ્વારા એના પેજ પર શૅર કરવામાં આવ્યું છે, જેણે ૪૨,૦૦૦થી વધારે લાઇક્સ મેળવ્યા છે. ઘણા આના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે વધુ એક એસઆરકે ડાઇહાર્ડ ફૅન મળી આવ્યો. આ જ મહિનામાં કલકત્તાના કલાકારે માર્બલ સ્ટોન ચિપ વડે એસઆરકેની ૩૦ ફીટની તસવીર બનાવી હતી. પ્રીતમ બૅનરજીએ બિલ્ડિંગના ધાબે તેની કળાનું પ્રદર્શન કરતો એક વિડિયો શૅર કર્યો હતો. તેણે માર્બલ સ્ટોન ચિપ અને પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરીને ૫૭ વર્ષના અભિનેતાનું લાઇફલાઇક પોર્ટ્રેટ બનાવ્યું હતું. ‘જવાન’ના ટ્રેલર રિલીઝ વખતે એસઆરકેના ફૅને લૉસ ઍન્જલસમાં એક રિયલિસ્ટિક ડૉલ બનાવી હતી. ગયા વર્ષે એણે એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં એસઆરકે થીમવાળા ટૉયનું કલેક્શન બતાવાયું હતું. આમાં ‘દીવાના’થી લઈ ફિલ્મ ‘ઝીરો’ સુધી મિનિએચર હતાં.


