નીચામાં ૮૦,૯૦૦ નીચે બંધ આવે તો ૮૦,૪૮૯, ૮૦,૩૯૦, ૮૦,૧૫૦, ૭૯,૯૦૦, ૭૯,૬૬૦ સુધીની શક્યતા જોવા મળશે. સરકારી બૅન્કોમાં સળવળાટ શરૂ થયો છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૬૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૮.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૮૭૧.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૭૦.૦૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૪૫૧.૦૧ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૪૯૨ ઉપર ૮૨,૭૧૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૦,૯૦૦ નીચે બંધ આવે તો ૮૦,૪૮૯, ૮૦,૩૯૦, ૮૦,૧૫૦, ૭૯,૯૦૦, ૭૯,૬૬૦ સુધીની શક્યતા જોવા મળશે. સરકારી બૅન્કોમાં સળવળાટ શરૂ થયો છે. લાંબા સમય બાદ આળસ ખંખેરીને બેઠા થતા હોય એવું જણાય છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (શરૂઆતમાં બ્રોડનિંગ ફૉર્મેશન પ્રમાણે એકબીજાથી દૂર જતી ટ્રેન્ડ લાઇન અને પછી સિમેટ્રિકલ ટ્રાયેન્ગલની જેમ એકબીજા તરફ સંકડાતી જતી ટ્રેન્ડ લાઇન દોરવામાં આવે છે. આ પૅટર્ન સામાન્ય રીતે કન્ટિન્યુએશન પૅટર્ન તરીકે નહીં, પણ રીવર્સલ પૅટર્ન તરીકે ગણાય છે. જ્યારે પૅટર્નના બીજા ભાગમાં ટ્રેન્ડ લાઇનમાંથી નીચેની તરફ બ્રેકઆઉટ આવે છે ત્યારે પૅટર્ન પૂર્ણ થાય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૮૦૩.૦૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
ક્યુમિન્સ (૩૨૬૮.૧૦) : ૨૭૦૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૮૯ ઉપર ૩૩૫૧, ૩૩૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૧૮૫ નીચે ૩૦૭૫ સપોર્ટ ગણાય. બે દિવસમાં ૨૯૦ વધ્યો છે. ઘટાડે લઈ શકાય.
બજાજ ઑટો (૮૬૦૭.૦૦) : ૯૦૦૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૬૫૮ ઉપર ૮૮૬૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૫૮૫ નીચે ૮૫૭૧, ૮૪૭૪ સુધીની શક્યતા જોવા મળશે. ઉછાળે વેચી શકાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૦૭૬.૪૦) : ૫૩,૫૮૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૧૪૦ ઉપર ૫૬,૧૯૪ ઉપર ૫૭,૪૦૦, ૫૭,૬૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫,૫૮૦, ૫૫,૪૨૫, ૫૫,૦૦૦ નીચે નબળાઈ સમજવી.
નિફ્ટી ફ્યુચર (૨૪,૮૭૧.૨૦)

ઉપરમાં ૨૫,૧૪૯ સુધી ગયા બાદ સાઇડવેઝમાં છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૮૭, ૨૫,૧૨૪, ૨૫,૧૪૯ ઉપર ૨૫,૨૭૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૪,૬૩૮ નીચે બંધ આવે તો ૨૪,૫૧૫, ૨૪,૪૯૦, ૨૪,૪૨૦, ૨૪,૩૪૦, ૨૪,૨૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૨૧.૯૪)

૯૨.૬૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩ ઉપર ૧૨૯, ૧૩૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૭ સપોર્ટ ગણાય. વધ-ઘટે ૧૫૪ પણ આવી શકે. ૪.૦૫ રૂપિયા ડિવિડન્ડ જાહેર થયું છે. ૨૦ જૂન રેકૉર્ડ ડેટ છે. સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
પંજાબ નૅશનલ બૅન્ક (૧૦૫.૨૨)

૮૯.૪૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬ ઉપર ૧૧૧ અને ૧૧૧ કુદાવે તો ૧૧3, ૧૧૭, ૧૨૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૦ સપોર્ટ ગણાય. વધ-ઘટે ૧૪૧ પણ આવી શકે. ૨.૯૦ ડિવિડન્ડ જાહેર થયું છે. ૨૦ જૂન રેકૉર્ડ ડેટ છે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.


