નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૧૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૬૧.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૪૦૦.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૨૮૯.૪૬ પૉઇન્ટના નેટ સુધારે ૮૦,૫૦૧.૯૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૧૭૭ ઉપર ૮૧,૬૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૯,૮૭૦, ૭૯,૨૦૦ નીચે નબળાઈ સમજવી. ૭૮,૬૦૫ મહત્ત્વની સપાટી ગણાય. પાંચથી સાત મે ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. બજારમાં બન્ને બાજુ ભારે અફરાતફરી જોવા મળી શકે. સીમાડાના સમાચાર જોતા રહેવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (આમાં પણ સામાન્ય રીતે રિટર્ન મૂવની શક્યતા રહે છે. ત્રીજું ટૉપ સામાન્ય રીતે પહેલા બે ટૉપ કરતાં ઊંચું હોય છે, પણ અમુક વખતે ત્રીજું ટૉપ બીજા ટૉપના લેવલનું હોય અથવા તો બીજા ટૉપ કરતાં સહેજ નીચું હોય એવું પણ બની શકે. આવા સંજોગોમાં ચાર્ટિસ્ટને ખ્યાલ આવી જાય કે હેડ અને શોલ્ડર્સની રચના થઈ રહી છે અને બન્ને બૉટમોને જોડતી નેકલાઇન તૂટતાં હેડ અને શોલ્ડર્સ પૅટર્ન પૂર્ણ થાય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૮૩.૯૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
એસ્કોર્ટ્સ (૩૨૧૬.૩૦) ઃ ૩૪૬૭.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૬૬ ઉપર ૩૩૦૭, ૩૩૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૨૦૫ નીચે ૩૧૮૬, ૩૧૪૬, ૩૧૦૬ સુધીની શક્યતા જોવા મળશે.
ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (૩૭.૮૬) ઃ ૩૩.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧, ૪૫, ૪૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૬ નીચે ૩૩.૫૦ સપોર્ટ ગણાય. ધીરજ હોય તો જ રોકાણ કરવું.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૨૦૯.૮૦)ઃ ૪૯,૩૬૬.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૧૯૪ ઉપર વધુ સુધારો જોવા મળે. નીચામાં ૫૪,૪૦૯ નીચે નબળાઈ સમજવી.
શૅરની સાથે શેર
કઠણાઈ મારી કેવી હશે, કયાસ કાઢજો, વાંકું હતું નસીબ ને જીવન સીધું હતું. - બેફામ.

