Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૧૩૭ ઉપર ૨૫,૩૦૭ અને નીચામાં ૨૪,૯૩૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૫,૧૩૭ ઉપર ૨૫,૩૦૭ અને નીચામાં ૨૪,૯૩૦ મહત્ત્વની સપાટીઓ

Published : 23 June, 2025 08:16 AM | Modified : 25 June, 2025 06:58 AM | IST | Mumbai
Ashok Trivedi

બ્રૉડનિંગ અને ડાયમન્ડ ફૉર્મેશન ટ્રાયેન્ગલમાં અસામાન્ય ભીન્નતા દર્શાવે છે.’ (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૩૦.૪૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૭૩૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૮૪.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૧૧૧.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૨૮૯.૫૭ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૪૦૮.૧૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૪૯૫ ઉપર ૮૨,૭૮૪ કુદાવે તો ૮૨,૯૬૦, ૮૩,૨૦૦, ૮૩,૪૫૦, ૮૩,૬૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧,૦૧૨, ૮૦,૩૫૪ નીચે નબળાઈ સમજવી. ઇઝરાયલ-ઈરાન યુદ્ધના બદલાતા રંગો પર નજર રાખવી. બન્ને બાજુના વેપારમાં સાવચેતી રાખવી, નહીંતર થોડું કમાવાની લાલચમાં વધુ ગુમાવવાનો વારો આવશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (અમુક વખતે રિટર્ન મૂવ જોવા મળતો હોય છે. રિટર્ન મૂવ વખતે ભાવો લોઅર રેઝિસ્ટન્સ લાઇન સુધી આવવાની શક્યતા રહે છે જેના પછી નવો ડાઉન ટ્રેન્ડ ફરીથી શરૂ થાય છે. સામાન્ય રીતે બ્રેકઆઉટ આવ્યા બાદ મેજરિંગ ટેક્નિકના આધારે મુકાતી ધારણા કરતાં વધારે વધ-ઘટ જોવા મળતી હોય છે. આ સાથે બધી જ ટ્રાયેન્ગલ પૅટર્નો પૂર્ણ થાય છે. સામાન્ય રીતે સિમૅટ્રિકલ, એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ટ્રાયેન્ગલ મુખ્ય ગણાય. બ્રૉડનિંગ અને ડાયમન્ડ ફૉર્મેશન ટ્રાયેન્ગલમાં અસામાન્ય ભીન્નતા દર્શાવે છે.’ (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૩૦.૪૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ચંબલ ફર્ટિલાઇઝર (૫૫૫.૮૫) : ૭૪૨.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૯ બંધ આવે તો ૫૬૫ મહત્ત્વની સપાટી ગણાય જેની ઉપર ૫૭૧, ૫૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૪૨ નીચે ૫૩૨ સપોર્ટ ગણાય.


વિપ્રો (૨૬૬.૫૪) : ૨૪૫ના બૉટમથી ધીમા સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૭ કુદાવે તો ૨૭૦, ૨૭૬, ૨૮૨, ૨૮૭ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૨૬૩ નીચે ૨૫૯ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૨૯૮.૦૦): ૫૭,૧૬૫.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૩૪૦, ૫૬,૪૧૫ ઉપર ચાલે તો ૫૬,૬૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૫,૫૦૫ નીચે નબળાઈ વધતી જોવાય.


નિફ્ટી ફ્યુચર (૨૫,૧૧૧.૭૦)

૨૪,૫૭૫.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૧૩૭ ઉપર ૨૫,૩૦૭ કુદાવે તો ૨૫,૩૭૦, ૨૫,૪૪૦, ૨૫,૫૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૭૩૫ નીચે ૨૪,૫૭૫ તૂટે તો નબળાઈ સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઇન્ડસ ટાવર્સ (૪૦૪.૩૦)

૩૭૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૬ ઉપર ૪૧૪, ૪૨3, ૪૩૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૯૫ નીચે ૩૮૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૩૧૮૪.૪૦)

૨૯૩૨ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૦૩ ઉપર ૩૨૧૮, ૩૨૭૧ કુદાવે તો ૩૩૨૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૧૬૫ નીચે ૩૧૧૨, ૩૦૯૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2025 06:58 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK