નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૦૫.૩૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૯.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૬૧૪.૯૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૫૪.૨3 પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૮૬૦.૧૯ બંધ રહ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૩૦૫.૩૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૯.૪૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૬૧૪.૯૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૫૪.૨3 પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૮૬૦.૧૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૩૫૭ ઉપર ૭૮,૭૩૫ કુદાવે તો ૭૮,૭૯૦, ૭૯,૨૩૦, ૭૯,૩૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭,૪૭૫ નીચે ૭૭,૪૦૨, ૭૭,૨૬૦ સપોર્ટ ગણાય. ૧૦ ફેબ્રુઆરી ગેઇનની ટર્નિંગનો દિવસ ગણાય. આ દિવસના ટૉપ-બૉટમનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. મંગળવાર આસપાસ કદાચ ટેમ્પરરી ટૉપ અથવા બૉટમ બની શકે, સંભાળવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (એકસરખા લેવલનાં ટૉપ્સને જોડવાથી અપર ટ્રેન્ડલાઇન અને રાઇઝિંગ બૉટમ્સને જોડવાથી લોઅર ટ્રેન્ડલાઇન બને છે, જ્યારે બ્રેકઆઉટ વખતે સપાટ અપર ટ્રેન્ડલાઇનની ઉપર ક્લોઝિંગ આવવું જોઈએ. જેમ બીજા બધા અપસાઇડ બ્રેકઆઉટ વખતે જોવા મળે છે એવી જ રીતે આ બ્રેકઆઉટ વખતે પણ વૉલ્યુમમાં દર્શનીય વધારો થવો જોઈએ. રિટર્ન મૂવમાં ભાવો અપર ટ્રેન્ડલાઇન સુધી આવવાની શક્યતા જોવા મળશે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૫૧૫.૬૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
આઇટીસી (૪૩૦.૮૫) : ૪૭૧.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૩ ઉપર ૪૪૧, ૪૪૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૨૮, ૪૨૪ અને ૪૨૨ તૂટે તો ૪૧૭, ૪૦૯, ૪૦૦, ૩૯૬ સુધીની શક્યતા જોવા મળશે.
જિયો ફાઇનૅન્સ (૨૪૯.૪૫): ૨૩૧.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪ ઉપર ૨૬૦, ૨૬૭, ૨૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪૫ નીચે ૨૩૮ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૩૫૪.૫૫) :ઃ ૪૭,૭૨૨.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૫૫૬ ઉપર ૫૦,૮૦૦ કુદાવે તો ૫૦,૮૬૦, ૫૧,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૦,૦૭૦ નીચે ૪૯,૮૬૦, ૪૯,૬૪૫ સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૩,૬૧૪.૯૫)
૨૨,૮૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૭૨૦ ઉપર ૨૩,૭૯૫, ૨૩,૮૫૩ કુદાવે તો ૨૩,૮૭૦, ૨૪,૦૦૦, ૨૪,૦૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૫૨૧ નીચે ૨૩,૪૦૦ નીચે નબળાઈ સમજવી. ૨૩,૩૦૫ અંતિમ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક (૧૦૭૯.૧૯)
૯૨૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮૭ ઉપર ૧૧૦૩, ૧૧૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૬૧ નીચે ૧૦૪૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ (૨૯૦૯.૮૫)
૪૮૧૦.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૩૮ ઉપર ૩૧૧૦, ૩૧૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૯૦ નીચે ૨૮૧૫, ૨૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

