Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શૉર્ટમાં: જાણો આજે બિઝનેસમાં શું ચાલી રહ્યું છે

ન્યુઝ શૉર્ટમાં: જાણો આજે બિઝનેસમાં શું ચાલી રહ્યું છે

Published : 04 June, 2021 12:21 PM | Modified : 04 June, 2021 03:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી હોવાનું ગુરુવારે સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

બીએસઈ

બીએસઈ


દેશમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટર્નલ ટ્રેડે (ડીપીઆઇઆઇટી) અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી હોવાનું ગુરુવારે સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સરકારે ૧૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા નામની યોજના શરૂ કરી હતી. ડીપીઆઇઆઇટીની માન્યતા મેળવનાર સ્ટાર્ટ અપ્સને અનેક કાયદા, નિયમો ઉપરાંત બીજા લાભ મળશે. 

ખાનગીકરણ માટે સરકારી બૅન્કોનાં નામ સૂચવાયાં
સરકારી થિંક ટૅન્ક નીતિ આયોગે વર્તમાન નાણાકીય વર્ષમાં જે સરકારી બૅન્કોનું ખાનગીકરણ કરવાનું છે તેમનાં નામ ડિસઇન્વેસ્ટમેન્ટ     માટેના સચિવોના મુખ્ય જૂથને સુપરત કર્યાં છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યા મુજબ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હેઠળ બૅન્કોનું ખાનગીકરણ કરવામાં આવવાનું છે. નીતિ આયોગને ખાનગીકરણ માટે બે સરકારી બૅન્કો તથા એક જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીનાં નામ સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 



માલ્યાની પ્રૉપર્ટી વેચવા માટે પ્રક્રિયા
લેણદાર બૅન્કો હવે કિંગફિશર ઍરલાઇન્સના સ્થાપક અને ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાની માલિકીની રિયલ એસ્ટેટ પ્રૉપર્ટી વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરી શકશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળની ૧૧ બૅન્કોના સમૂહે માલ્યાને લોન આપી હતી. તેમની અરજીને પગલે મુંબઈની વિશેષ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ કૉર્ટે ૫૬૪૬.૫૪ કરોડ રૂપિયાની મિલકતો વેચાણ અર્થે બૅન્કોને આપવા માટેનો ચુકાદો મંગળવારે આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2021 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK