આપણે ત્યાં હજી લોકોએ સ્ટેશનરીની વધુ લેટેસ્ટ ટેક્નૉલૉજી અપનાવવાની અને અપગ્રેડ કરવાની જરૂર છે. વિશ્વના વિકસિત દેશોમાંથી ટેક્નૉલૉજી ઇમ્પોર્ટ કરવાની પણ જરૂર છે.
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભુત્વ અને નેતૃત્વમાં આજે વર્લ્ડવાઇડ ભારતની બીજી ઇન્ડસ્ટ્રીઝની સાથે-સાથે સ્ટેશનરી ઇન્ડસ્ટ્રી પણ આગળ વધી રહી છે અને સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. એનું લોકલ માર્કેટ તો વધ્યું જ છે અને સાથે એક્સપોર્ટ પણ સારું એવું વધ્યું છે. કૉમ્પિટિશન હોવા છતાં સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ પંદરથી ૨૦ ટકા જેટલો થયો છે જે ઘણો સારો કહી શકાય. સ્ટેશનરીની ખરીદી બાબતમાં ભારતના લોકોનો ટેસ્ટ અને પર્ચેઝ-પાવર વધ્યો છે, લોકો ક્વૉલિટી- કૉન્શિયસ થયા છે, સ્ટેશનરીની ચીજોમાં વિવિધતા છે અને દેશમાં સારી ક્વૉલિટીની સ્ટેશનરી મૅન્યુફૅક્ચર થઈ રહી હોવાથી એનું માર્કેટ વધ્યું છે.
હમણાં ઍન્ટિ-ચાઇના વાતાવરણ પૂરા વર્લ્ડમાં વ્યાપ્ત છે ત્યારે ભારતની ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વના લોકોને ભરોસો અને વિશ્વાસ ખૂબ વધી રહ્યો છે એ ખરું પણ ચાઇનાની ખુલ્લી કૉમ્પિટિશનમાં આપણે નથી આવી શક્યા, કારણ કે આપણે હજી ધીમે-ધીમે એસ્ટૅબ્લિશ થઈ રહ્યા છીએ. એ માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બધા પાસે નથી. આમ છતાં પણ ભારત જ નહીં, દુનિયાભરમાં ભારતનું સ્ટેશનરી માર્કેટ કાઠું કાઢી રહ્યું છે.
સ્ટેશનરીમાં હવે અગાઉની જેમ પેન અને પેપર જ નથી રહ્યાં, ઇન્ડસ્ટ્રી ઘણી વ્યાપક બની છે; પ્લાસ્ટિક અને કૉમ્પ્યુટર સ્ટેશનરી, સ્પોર્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટસ વગેરે પણ કનેક્ટ થઈ છે. એટલું જ નહીં, મોદીજીએ ‘બુકે નહીં બુક’નું જ્યારથી એલાન કર્યું છે ત્યારથી નૉલેજ-રિલેટેડ બુક, રાઇટિંગ બુક વગેરેનું ચલણ ખૂબ વધ્યું છે. આપણે ત્યાં હજી લોકોએ સ્ટેશનરીની વધુ લેટેસ્ટ ટેક્નૉલૉજી અપનાવવાની અને અપગ્રેડ કરવાની જરૂર છે. વિશ્વના વિકસિત દેશોમાંથી ટેક્નૉલૉજી ઇમ્પોર્ટ કરવાની પણ જરૂર છે. એનાથી એક્સપોર્ટ માર્કેટનો ૩૦૦ ટકાથી પણ વધારે ગ્રોથ મળી શકે એમ છે.
ઇન્ડસ્ટ્રીમાં જેનું માસ પ્રોડક્શન હશે, સર્વિસ બેસ્ટ હશે, ક્વૉલિટી સારી હશે તેમ જ કૉમ્પિટિશનમાં ટકે એવી પ્રાઇઝ હશે તો તેમનો વિકાસ સારો થશે.ભારત સરકારે વિશ્વના ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (FTA) કરવાથી આજે ભારતની પેન, પેપર અને અન્ય વિવિધ સ્ટેશનરી વર્લ્ડવાઇડ ૮૫ કરતાં પણ વધુ દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે. ફૉરેનની કંપનીઓ ઇન્ડિયાની કંપનીઓ સાથે કોલૅબરેશન કરી રહી છે અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો એ લેવા માગે છે. કેટલાક નાનામોટા પ્રશ્નો છે, પણ એનો ઉકેલ તો લોકલ લેવલે અને સરકાર સાથે ચર્ચા કરવાથી આવી શકે એવું છે. એક ઉદાહરણ કહું કે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) આવ્યો ત્યારે સ્ટેશનરીની ઘણી પ્રોડક્ટ્સ પર ૨૮ ટકા GST હતો. પ્રશ્નની યોગ્ય રજૂઆત અને હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાના સહકાર અને પ્રયત્નોથી મોદી સરકાર દ્વારા એ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. આમ યોગ્ય પ્રતિનિધિત્વ, પ્રશ્નોની યોગ્ય રજૂઆત અને પ્રેઝન્ટેશન હોય તો સરકાર સાંભળે છે અને ઇમ્પ્લીમેન્ટેશન પણ કરે છે. આઝાદી પછી પહેલી વાર પૂર્ણ બહુમતની સરકારને કારણે ભારતની દરેક ઇન્ડસ્ટ્રીઝ અને દેશનો વિકાસ થયો છે.
અહેવાલઃ પારસ શાહ
લેખક ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ ટ્રેડર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ, પ્રેસિડન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ સેલ ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્ર તેમ જ કેની રીટેલ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર છે
