Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ન્યુઝ શૉર્ટમાં: વાંચો બિઝનેસમાં શું ચાલી રહ્યું છે

ન્યુઝ શૉર્ટમાં: વાંચો બિઝનેસમાં શું ચાલી રહ્યું છે

13 April, 2021 10:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રની દેશની અગ્રણી કંપની ઇન્ફોસિસ પોતાના ફુલ્લી પેઇડ અપ શૅરના બાયબૅક માટે ૧૪ એપ્રિલે મળનારી બોર્ડ મીટિંગમાં વિચારણા કરશે.

ઈન્ફોસિસ

ઈન્ફોસિસ


ઇન્ફોસિસના શૅરના બાયબૅક વિશે ૧૪ એપ્રિલે નિર્ણય 
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રની દેશની અગ્રણી કંપની ઇન્ફોસિસ પોતાના ફુલ્લી પેઇડ અપ શૅરના બાયબૅક માટે ૧૪ એપ્રિલે મળનારી બોર્ડ મીટિંગમાં વિચારણા કરશે. એની પહેલાં ૧૩ એપ્રિલે કંપનીનાં તથા એની પેટા કંપનીઓનાં ઑડિટેડ કન્સોલિડેટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરવા માટે બોર્ડની બેઠક મળશે. નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ માટેના આખરી ડિવિડંડ વિશે પણ આ બેઠકમાં વિચારણા કરવામાં આવશે. 
 
ડિજિટલ પૅમેન્ટ ક્ષેત્રમાં ભારત દ્વારા નવસર્જનઃ આઇએમએફ
ભારત ડિજિટલ ઓળખ અને પૅમેન્ટ સહિતની બાબતોમાં નીતિઓ ઘડીને યોગ્ય દિશામાં નવસર્જન કરી રહ્યું છે, પરંતુ તેણે નાણાકીય બજારનાં તમામ સેગમેન્ટને તથા સંસ્થાઓને આવરી લેવાની જરૂર છે. એ ઉમેરો કર્યા પછી ભારત વૃદ્ધિના માર્ગે ઝડપથી આગળ વધી શકશે, એમ ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ (આઇએમએફ)ના ટોચના એક અધિકારીએ જણાવ્યું છે. 
આઇએમએફના મૉનેટરી ઍન્ડ કૅપિટલ માર્કેટ્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ટોબિઆસ એડ્રિયાને કહ્યું હતું કે,  ડિજિટલ ઓળખના ક્ષેત્રે ભારતે ઘણું ઇનોવેશન કર્યું છે. 

ટીસીએસનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૫ ટકા વધ્યો, કંપનીએ પ્રતિ શૅર ૧૫ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું
ભારતની સૉફ્ટવેર ક્ષેત્રની સૌથી મોટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસે (ટીસીએસ) સોમવારે જાહેર કરેલા આર્થિક પરિણામ મુજબ ગઈ ૩૧ માર્ચે પૂરા થયેલા ચોથા ક્વૉર્ટરમાં એનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૫ ટકા વધીને ૯૨૪૬ કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલાંના સમાન ગાળામાં આ નફો ૮૦૪૯ કરોડ રૂપિયા હતો. 



કંપનીની કન્સોલિડેટેડ કામકાજી આવક એક વર્ષ પહેલાંના સમાન ગાળામાં થયેલી ૩૯,૯૪૬ કરોડ સામે ચોથા ક્વૉર્ટરમાં ૯.૪ ટકા વધીને ૪૩,૭૦૫ કરોડ રૂપિયા થઈ હતી. કંપનીએ પ્રતિ શૅર ૧૫ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.  


ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૩.૬ ટકા ઘટ્યું
ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન ગત ફેબ્રુઆરીમાં ૩.૬ ટકા ઘટ્યું હોવાનું સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળે છે.નૅશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસે જાહેર કરેલા ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી) મુજબ ફેબ્રુઆરીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન ૩.૭ ટકા તથા ખાણકામનું ઉત્પાદન ૫.૫ ટકા ઘટ્યું હતું અને વીજળીનું ઉત્પાદન ૦.૧ ટકા વધ્યું હતું. 
નોંધનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આઇઆઇપી ૫.૨ ટકા વધ્યો હતો. ગત એપ્રિલથી ફેબ્રુઆરીનો આઇઆઇપી તેની પહેલાંના વર્ષના સમાન ગાળાની તુલનાએ ૧૧.૩ ઘટ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK