ઇન્ડેક્સ ૭૮,૪૫૭ ખૂલીને ૭૮,૫૬૩ની ઉપલી અને ૭૪,૨૯૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની ભૂરાજકીય તંગદિલી તથા ઈટીએફમાંથી નાણાંનો ઉપાડ સહિતનાં અનેક પરિબળોને કારણે ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૦૯ ટકા (૧૬૪૨ પૉઇન્ટ) ઘટીને ૭૬,૮૧૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૮,૪૫૭ ખૂલીને ૭૮,૫૬૩ની ઉપલી અને ૭૪,૨૯૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કૉઇન ડોઝકૉઇન, સોલાના, પૉલિગોન અને ટોનકૉઇન હતા. લાઇટકૉઇન અને બીએનબીમાં અનુક્રમે ૪.૫૩ ટકા અને ૦.૩૦ ટકાનો વધારો થયો હતો. દરમ્યાન, અમેરિકાના સંસદસભ્યોએ સ્ટેબલકૉઇનનું નિયમન કરવા માટેનો નવો ખરડો દાખલ કર્યો છે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમના સંસદસભ્યોએ નાગરિકોનાં ડિજિટલ કૌશલ્યમાં વધારો કરવા માટે રોકાણ કરવાનો સરકારને અનુરોધ કર્યો છે.

