૨૧ વર્ષ બાદ દેશમાં ઑટો કંપનીનો આવી રહ્યો છે ઇશ્યુ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સાઉથ કોરિયાની કાર બનાવતી કંપની હ્યુન્દાઇ ભારતમાં સૌથી મોટી ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવાની તૈયારીમાં છે. આ કંપની એના ભારતીય એકમમાંથી લગભગ ૧૭ ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે. આ IPO દ્વારા કંપની આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા (આશરે ૩ અબજ ડૉલર) એકત્રિત કરશે. આ રીતે કંપનીનું વૅલ્યુએશન આશરે ૧૮ અબજ ડૉલર (આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયા) થશે.
આ સાથે હ્યુન્દાઇ દેશના બીજા ઑટોમેકર્સ જેવા કે મારુતિ સુઝુકી, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર અને તાતા મોટર્સ સાથે જોડાઈ જશે; આ કંપનીઓએ ફન્ડ ઊભું કરવા માટે કૅપિટલ માર્કેટનો ઉપયોગ કર્યો છે. દેશમાં ઑટો કંપની દ્વારા આશરે ૨૧ વર્ષ બાદ IPO આવી રહ્યો છે. ૨૦૦૩માં મારુતિ સુઝુકીનો IPO આવ્યો હતો. આ રીતે ઓલાનો IPO પણ આવી રહ્યો છે, એની પ્રપોઝલ પણ માર્કેટ નિયમનકાર સિક્યૉરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ મંજૂર કરી છે. કોરિયન કંપની હ્યુન્દાઇનું ભારતીય એકમ છેલ્લા એક વર્ષથી IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
|
ભારતના સૌથી મોટા IPO |
||
|
કંપનીનું નામ |
IPOની સાઇઝ (કરોડ રૂપિયામાં) |
ક્યારે |
|
LIC |
૨૧,૦૦૮ |
મે ૨૦૨૨ |
|
વન 97 કમ્યુનિકેશન |
૧૮,૩૦૦ |
નવેમ્બર ૨૦૨૧ |
|
કોલ ઇન્ડિયા |
૧૫,૧૯૯ |
નવેમ્બર ૨૦૧૦ |
|
રિલાયન્સ પાવર |
૧૧,૫૬૩ |
ફેબ્રુઆરી ૨૦૦૮ |


