કંપનીએ અગાઉ 25 જુલાઈ, 2022ના રોજ એક્સ-બોનસમાં ટ્રેડિંગ કર્યું હતું. આ સમયે કંપનીએ 1:2ના રેશિયોમાં બોનસ શૅર જાહેર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર
સ્મોલ કેપ કંપની હાર્ડવિન ઈન્ડિયા (Hardwyn india Limited) શૅરે તેના રોકાણકારોને બોનસ શૅર આપવાની જાહેરાત કરી છે. કંપની ફરી એકવાર તેના પાત્ર શૅરધારકોને બોનસ શૅર આપશે. વાસ્તવમાં, એક સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, હાર્ડવિન ઇન્ડિયાના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સે જણાવ્યું હતું કે કંપનીના બૉર્ડ મેમ્બરે બોનસ શૅર આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીનો શૅર આજે રૂા.364.65 પર બંધ રહ્યો હતો.
કંપનીએ શું કહ્યું
કંપનીએ બજારને જણાવ્યું છે કે, “સેબીના નિયમો અનુસાર, કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ એટલે કે હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડની એક બેઠક બુધવાર, 26 એપ્રિલ, 2023ના રોજ યોજાઇ હતી. આમાં અન્ય મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા સાથે બોનસ શૅરની પણ ચર્ચા કરવામાં આવી અને તેને મંજૂરી પણ આપવામાં આવી.” કંપનીએ અગાઉ 25 જુલાઈ, 2022ના રોજ એક્સ-બોનસમાં ટ્રેડિંગ કર્યું હતું. આ સમયે કંપનીએ 1:2ના રેશિયોમાં બોનસ શૅર જાહેર કર્યા હતા.
કંપનીનો બિઝનેસ
કંપનીનું માર્કેટ કેપ ₹517 કરોડ છે. કંપની આર્કિટેક્ચરલ ઇક્વિપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની છેલ્લા 50 વર્ષથી આર્કિટેક્ચરલ હાર્ડવેર અને ગ્લાસ ફિટિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ કરે છે. FY22 દરમિયાન ₹84.83 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉ ₹58.06 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો ખર્ચ ₹80.11 કરોડ હતો, જે એક વર્ષ અગાઉ ₹55.93 કરોડ હતો. તેણે FY22 દરમિયાન ₹3.41 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે FY21 દરમિયાન ₹1.54 કરોડ હતો. આ સાથે જ કંપની તેના શેર્સને ૧૦ ભાગમાં સ્પ્લિટ કરશે. આ જાહેરાત બાદ શૅરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: મોડા અને નબળા મૉન્સૂનના વરતારા પાછળ બજારમાં પ્રૉફિટ બુકિંગ જારી, સેન્સેક્સ વધુ ૩૭૨ પૉઇન્ટ ઢીલો થયો
કંપનીના શૅરની સ્થિતિ
હાર્ડવિન ઈન્ડિયાનો શૅર આજે NSE પર ₹364.65 પર બંધ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં શૅરની કિંમતમાં 100 રૂપિયા જેટલો વધ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન તેણે 322.69%નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે અને છેલ્લા એક વર્ષમાં તેણે 201.84%નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં સ્ટોક 28.87% વધ્યો છે.