Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં કરાનારા મહત્ત્વપૂર્ણ સુધારાઓ માટે જીએસટી કાઉન્સિલની ભલામણો

સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં કરાનારા મહત્ત્વપૂર્ણ સુધારાઓ માટે જીએસટી કાઉન્સિલની ભલામણો

30 December, 2022 02:24 PM IST | Mumbai
Shrikant Vaishnav | feedback@mid-day.com

સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં નિયમ ક્રમાંક ૩૭એ દાખલ કરવો

પ્રતીકાત્મક તસવીર

સમજો જીએસટી

પ્રતીકાત્મક તસવીર


આપણે ગયા વખતે જીએસટીની ૪૮મી બેઠક વિશે વાત શરૂ કરી. એ બેઠકમાં કરાયેલી ભલામણોમાંથી બાકી રહેલા કેટલાક મુદ્દાઓ વિશે આજે વાત કરીએ...

૧. સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૩૭(૧)માં ફેરફાર



જીએસટી કાઉન્સિલે ઇન્પુટ ટૅક્સ ક્રેડિટના રિવર્સલ માટે ૧ ઑક્ટોબર ૨૦૨૨થી અમલી બનનારો સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૩૭(૧)માં સુધારો કરવાની ભલામણ કરી છે. સીજીએસટી ઍક્ટની કલમ ૧૬ની બીજી જોગવાઈ સંબંધે આ ફેરફાર કરવાનું સૂચવાયું છે. સપ્લાયના ચૂકવવાપાત્ર કરવેરા સહિતના મૂલ્યમાંથી જેટલી રકમ સપ્લાયરને ચૂકવાઈ ન હોય એટલા જ પ્રમાણમાં રિવર્સલ કરવામાં આવશે.


૨. સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં નિયમ ક્રમાંક ૩૭એ દાખલ કરવો

સપ્લાયર નિર્ધારિત તારીખ સુધીમાં કરવેરાની ચુકવણી કરે નહીં એ સંજોગોમાં આઇટીસીના રિવર્સલ અને સપ્લાયર પછીથી કરવેરાની ચુકવણી કરે તો એ સંજોગોમાં આઇટીસીની પ્રાપ્તિ માટેની વ્યવસ્થા દર્શાવતો નિયમ ક્રમાંક ૩૭એ સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં ઉમેરવાની ભલામણ જીએસટી કાઉન્સિલે કરી છે. આ ફેરફારને પગલે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૧૬(૨)(સી) હેઠળ આઇટીસી પ્રાપ્ત કરવાને લગતી શરતનું અનુપાલન સહેલું બની જશે.


૩. સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૧૦૮ અને ૧૦૯માં સુધારો

કાઉન્સિલે નિયમ ક્રમાંક ૧૦૮ અને ૧૦૯ના પેટા નિયમ ક્રમાંક ૩માં ફેરફાર કરવાની પણ ભલામણ કરી છે. જે આદેશની વિરુદ્ધ અપીલ કરવામાં આવી હોય એ આદેશની સર્ટિફાઇડ નકલ સુપરત કરવાને લગતી જરૂરિયાત તથા અપેલેટ ઑથોરિટી દ્વારા આખરી પહોંચ અપાયાની જાણ કરવાને લગતી જરૂરિયાત બાબતે સ્પષ્ટતા કરવાનો આ સુધારા પાછળનો ઉદ્દેશ છે. આ રીતે અપીલ સંબંધે સમયબદ્ધ રીતે કાર્યવાહી થશે અને અરજદાર પર અનુપાલનનો બોજ ઘટશે.

૪. સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં નિયમ ક્રમાંક ૧૦૯સી અને ફૉર્મ જીએસટી એપીએલ-૦૧/૦૩ દાખલ કરવા

કાઉન્સિલે અપીલ માટેની અરજી અમુક તબક્કા સુધીમાં પાછી ખેંચી લેવા માટેની જોગવાઈ કરવા સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭માં નિયમ ક્રમાંક ૧૦૯સી અને ફૉર્મ જીએસટી એપીએલ-૦૧/૦૩ દાખલ કરવાની ભલામણ કરી છે. એને પગલે અપેલેટ ઑથોરિટીના સ્તરે કાનૂની ખટલાઓની સંખ્યા ઘટશે.

૫. સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૧૨ના પેટા નિયમ ક્રમાંક ૩માં સુધારો કરવો

કાઉન્સિલે કલમ બાવન હેઠળ જે રજિસ્ટર્ડ પર્સન્સે સોર્સના સ્તરે ટૅક્સ કલેક્ટ કરવાનો હોય છે અથવા કલમ ૫૧ હેઠળ સોર્સના સ્તરે ટૅક્સ ડિડક્ટ કરવાનો હોય છે એમને પોતાનું રજિસ્ટ્રેશન રદ કરાવવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આ ફેરફાર કરવાનું સૂચવ્યું છે.

૬. સર્વિસિસની સપ્લાયના સ્થળને લગતા પ્રશ્નો બાબતે સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવું

કાઉન્સિલે આઇજીએસટી રૂલ્સ, ૨૦૧૭ની કલમ ૧૨ની પેટા કલમ ૮ની જોગવાઈ સંબંધે માલસામાનના પરિવહનની સેવાની સપ્લાયના સ્થળને લગતા પ્રશ્નો તથા આવી સપ્લાયના પ્રાપ્તકર્તાને આઇટીસી મળવા બાબતે સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવાની ભલામણ કરી છે. કાઉન્સિલે એમ પણ કહ્યું છે કે આઇજીએસટી રૂલ્સ, ૨૦૧૭ની કલમ ૧૨ની પેટા કલમ ૮ની જોગવાઈ કાઢી નાખવાનો નિર્ણય પણ લઈ શકાય છે.

૭. વૅલ્યુએશનમાં નો ક્લેમ બોનસ બાબતે સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવું

વીમા કંપનીઓએ વીમાધારકને ઑફર કરેલી નો ક્લેમ બોનસને વીમાની સર્વિસિસના વૅલ્યુએશન માટે બાદ કરવાની અરજી સ્વીકાર્ય છે એવી સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવાની ભલામણ કરી છે.

૮. જે કરદાતાઓની વિરુદ્ધ આઇબીસી ઍક્ટ, ૨૦૧૬ હેઠળ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે એમના માટે જીએસટી હેઠળ વૈધાનિક લેણી રકમ સંબંધે સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવું

જે કરદાતાઓની વિરુદ્ધ આઇબીસી ઍક્ટ, ૨૦૧૬ હેઠળ કાર્યવાહી નક્કી કરવામાં આવી છે એમના માટે જીએસટી હેઠળ વૈધાનિક લેણી રકમ સંબંધે સ્પષ્ટતા કરવા પરિપત્રક બહાર પાડવાની ભલામણ કાઉન્સિલે કરી છે. આ ફેરફાર માટે સીજીએસટી રૂલ્સ, ૨૦૧૭ના નિયમ ક્રમાંક ૧૬૧ અને ફૉર્મ જીએસટી ડીઆરસી-૨૫માં પણ ફેરફાર કરવામાં આવશે.

૯. નીચે જણાવ્યા પ્રમાણેના પ્રશ્નો સંબંધેની અસ્પષ્ટતા તથા વાદવિવાદનો અંત લાવવા માટે પરિપત્રકો બહાર પાડવાં

અ. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ દરમ્યાન ફૉર્મ જીએસટીઆર-૩બીમાં પ્રાપ્ત કરાયેલી અને ફૉર્મ જીએસટીઆર-૨એમાં ઉપલબ્ધ આઇટીસી વચ્ચેના તફાવતને લગતા કેસમાં આઇટીસીની ચકાસણી કરવાની કાર્યપદ્ધતિ

બ. સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૭૫ની પેટા કલમ ૨ સંબંધી ડિમાન્ડના પુનઃ નિર્ધારણ વિશેની સ્પષ્ટતા

ક. કોઈ પણ એન્ટિટી સંબંધે ઈ-ઇન્વૉઇસિંગ લાગુ કરવા બાબતેની સ્પષ્ટતા

અહીં ખાસ જણાવવું રહ્યું કે બધી ભલામણોમાંથી અમુક જ અહીં રજૂ કરવામાં આવી છે. વાંચકોના લાભાર્થે એ સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે-જ્યારે પરિપત્રકો કે નોટિફિકેશનો કે કાયદાના સુધારાઓ અમલી બનશે ત્યારે જ આ બધી ભલામણો અમલમાં મુકાશે.

ફરી એક વાર કહેવાનું કે જીએસટી કાઉન્સિલે ઉક્ત ભલામણો કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 02:24 PM IST | Mumbai | Shrikant Vaishnav

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK