સીબીઆઇસીના સભ્ય સંજયકુમાર અગ્રવાલનું સૂચન

પ્રતીકાત્મક તસવીર
સીબીઆઇસીના સભ્ય સંજયકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે કરચોરીને રોકવા અને જીએસટીની આવકમાં વધારો કરવા માટે સિસ્ટમમાંથી નકલી ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) જનરેટર્સને દૂર કરવા માટે વધુ પગલાંની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે નકલી આઇટીસી દાવાઓના જોખમને પહોંચી વળવા માટે વિવિધ પગલાં લીધાં છે અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) હેઠળ નકલી નોંધણીઓ અને અપરાધીઓને પકડવા માટે બે મહિનાની વિશેષ ડ્રાઇવ પહેલેથી જ શરૂ કરી છે. જો આપણે નકલી આઇટીસીની સીડિંગ અશક્ય અથવા ખૂબ જ મુશ્કેલ બનાવીશું તો સમસ્યા જ સમાપ્ત થઈ જશે. આ માટે તાજેતરની માન્યતાઓ રજૂ કરવામાં આવી છે. હજી પણ કંઈક વધુ કરવાનું બાકી છે. સિસ્ટમમાંથી નકલી આઇટીસી જનરેટર બહાર કાઢો એમ અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જીએસટી હેઠળ નોંધણી ૧.૩૯ કરોડ કરદાતાઓ સુધી પહોંચી ગઈ છે, જે અગાઉના એક્સાઇઝ અને સર્વિસ ટૅક્સ શાસનમાં ૬૪ લાખ હતી.