ચીનના અગ્રેસિવ સ્ટિમ્યુલસ પૅકેજની ધારણાએ ચાંદીમાં ડિમાન્ડ વધતાં મજબૂતી વધી: મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે વધ્યું: ચાર દિવસમાં ૧૯૬૦ રૂપિયા વધ્યા
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં સતત બીજે મહિને વધતાં ૨૦૨૫માં ફેડના રેટ-કટના ચાન્સિસ ધૂંધળા બનતાં સોનું સતત પાંચ દિવસ વધ્યા બાદ ગુરુવારે વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું. સોનું વધીને ૨૭૨૬.૯૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૭૦૧.૫૦ ડૉલર થયું હતું પણ ચાંદી વધીને ૩૨.૪૭ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૩૧.૯૭ ડૉલર હતી.