Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી ૯૫ ટકા શક્યતાને પગલે સોનામાં નવો ઉછાળો

ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી ૯૫ ટકા શક્યતાને પગલે સોનામાં નવો ઉછાળો

25 January, 2023 03:19 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

ડૉલર સતત ઘટતો જતો હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધતું હોવાથી દરેક મથાળે નવી લેવાલી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા વધીને ૯૫ ટકાએ પહોંચતાં સોનામાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૭૮ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૩૬ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 



આગામી સપ્તાહે અમેરિકન ફેડની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો થાય એવી શક્યતા વધીને ૯૫ ટકાએ પહોંચતાં મંગળવારે ડૉલર ઇન્ડેક્સ વધુ ૦.૧ ટકા ઘટ્યો હતો અને સોનું નવી ઊંચાઈએ ૧૯૪૩.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનામાં સતત લેવાલી વધી રહી હોવાથી દરરોજ નવા ઊંચા લેવલ જોવા મળી રહ્યા છે. ૨૦૨૩ના આરંભથી સોનું અત્યાર સુધીમાં ૧૨૦ ડૉલર વધ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

જપાનનો મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને ૨૬ મહિનાની નીચી સપાટીએ ૪૮.૯ પૉઇન્ટ રહ્યો હતો. જોકે ગ્રોથ ડિસેમ્બર જેટલો જ હતો અને માર્કેટની ધારણા ૪૯.૪ પૉઇન્ટ કરતાં મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘણો જ નીચો રહ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત ત્રીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. જપાનનું ઇન્ફ્લેશન સતત વધી રહ્યું હોવાથી ઇન્પુટ કૉસ્ટ વધતાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરના ગ્રોથને મોટી અસર પહોંચી હતી. 


જપાનના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૫૨.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૧.૧ પૉઇન્ટ હતો અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત પાંચમા મહિને વધ્યો હતો. જોકે સર્વિસ સેક્ટરમાં ૩૩ મહિના પછી પ્રથમ વખત એમ્પ્લૉયમેન્ટ ઘટ્યું હતું. ખાસ કરીને સર્વિસ સેક્ટરમાં ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન વધતાં બિઝનેસ કૉન્ફિડન્સ બે વર્ષના તળિયે પહોંચતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધારણા પ્રમાણે વધ્યો નહોતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યો હતો, પણ જપાનની ઇકૉનૉમીમાં સર્વિસ સેક્ટરનું કન્ટ્રિબ્યુશન ૬૯.૪૭ ટકા હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૭ પૉઇન્ટ હતો. 

ઑસ્ટ્રેલિયાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને ૩૨ મહિનાની નીચી સપાટીએ ૪૯.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૨ પૉઇન્ટ હતો અને છેલ્લા ૩૨ મહિનામાં પ્રથમ વખત મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ઑસ્ટ્રેલિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૮.૩ પૉઇન્ટ રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૭.૩ પૉઇન્ટ હતો. જોકે સર્વિસ સેક્ટરમાં સતત ચોથા મહિને ગ્રોથ ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરના સ્ટ્રૉન્ગ ડેટાને કારણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૮.૨ પૉઇન્ટ રહ્યો હતો, જે ડિસેમ્બરમાં ૪૭.૨ પૉઇન્ટ હતો. 

અમેરિકન ફેડ ફેબ્રુઆરી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરશે એવી શક્યતા ૯૫ ટકાએ પહોંચી હતી. સતત સાત વખત આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારા કર્યા બાદ હવે રિસેશનના ભયથી ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી કરી રહ્યું છે જેને કારણે ડૉલરનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. ડૉલર ઇન્ડેક્સ હાલ સાત મહિનાની નીચી સપાટીએ ૧૦૨ના લેવલે છે. 
યુરો એરિયાનું કન્ઝ્યુમર મોરલ ૧.૧ પૉઇન્ટ વધીને જાન્યુઆરીમાં માઇનસ ૨૦.૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે ૧૧ મહિનાની ઊંચી સપાટીએ હતું. યુરોનિયન દેશોમાં નૅચરલ ગૅસ અને ક્રૂડ તેલના ભાવ ઊંચા લેવલથી સતત ઘટી રહ્યા હોવાથી અને ફેડ સ્પેન્ડિંગ વધી રહ્યું હોવાથી કન્ઝ્યુમર મોરલ વધી રહ્યું છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

૨૦૨૨માં કરન્સી-વૉરમાં ડૉલર સ્ટ્રૉન્ગ થતાં સોનું એક તબક્કે ઘટીને ૧૬૩૦ ડૉલર થયું હતું જે માર્ચમાં વધીને ૨૦૬૧.૬૦ ડૉલર હતું. હાલ અમેરિકન ડૉલર યુરો સામે નવ મહિનાની નીચી સપાટીએ, બ્રિટિશ પાઉન્ડ સામે દોઢ વર્ષની નીચી સપાટીએ, ન્યુ ઝીલૅન્ડ ડૉલર સામે આઠ મહિનાની નીચી સપાટી અને ઑસ્ટ્રેલિયન ડૉલર સામે પાંચ મહિનાની નીચી સપાટીએ છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ, બન્ને ઇન્ફ્લેશનને નાથવા ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરવા મક્કમ છે. આ સંજોગોમાં ડૉલરને સતત ધક્કો પહોંચતો રહેશે. આગામી સમયમાં જો અમેરિકન ડેટા વધુ નબળા આવશે તો ફેડને ૨૦૨૩માં બીજી કે ત્રીજી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક મારવી પડે એવી પણ શક્યતા ઊભી થઈ શકે છે. આવી શક્યતા જો ઊભી થશે તો સોનું વધીને ૨૧૦૦ ડૉલરે પહોંચવાનો રસ્તો સરળ બનશે. ફેડની ૨૦૨૩માં આઠ મીટિંગ યોજાશે, જેમાં ફેબ્રુઆરી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારે તો બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૪.૫૦થી ૪.૭૫ ટકાએ પહોંચી શકે છે. ફેડના મેમ્બરોએ ૫.૨૫ ટકાનો ટાર્ગેટ ૨૦૨૩ના અંત સુધીનો રાખ્યો છે. આ સંજોગોમાં ફેડ ૨૦૨૩ની આઠ મીટિંગમાં વધુમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. આથી જુલાઈ પહેલાંની ત્રણ મીટિંગમાં કોઈ એક મીટિંગમાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક મારવી પડે એમ છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૭,૩૨૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૭,૦૯૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૧૩૭
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 03:19 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK