Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારવા મક્કમ હોવાથી યુરો સામે ડૉલરની નરમાઈથી સોનું વધ્યું

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારવા મક્કમ હોવાથી યુરો સામે ડૉલરની નરમાઈથી સોનું વધ્યું

24 January, 2023 04:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૂડ તેલ-બ્રેન્ટની સતત વધતી તેજીને પગલે યુરોપિયન દેશો ઇન્ફ્લેશનના વધારાને નાથવા મક્કમ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરો આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારવા મક્કમ હોવાથી યુરોની ડૉલર સામેની મજબૂતીથી સોનું ૯ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ છ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૮૦ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 



યુરો ડૉલર સામે મજબૂત થઈને ૯ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સોનું ૯ મહિનાની ઊંચાઈએ ૧૯૩૨ ડૉલર સુધી વધ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આગામી બે મીટિંગમાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કરવા મક્કમ હોવાથી યુરો મજબૂત બન્યો હતો અને યુરો સામે ડૉલર ઘટ્યો હતો. ડૉલરની નરમાઈને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું અને સોનું સોમવારે ૧૯૨૭થી ૧૯૨૮ ડૉલરની રેન્જમાં હતું. સોનાની તેજીને પગલે પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં, પણ ચાંદી થોડી ઘટી હતી. 


ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સમાં ડિસેમ્બરમાં ૧.૫ ટકા ઘટીને ૧૨ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ડિસેમ્બરમાં એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સ ૪૦.૨ લાખનું રહ્યું હતું જે માર્કેટની ૩૯.૨ લાખની ધારણા કરતાં વધુ રહ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સમાં સતત અગિયારમાં મહિને ઘટાડો જોવા મળ્યો હતો જે ૧૯૯૯ પછીનો આટલો લાંબા સમયનો ઘટાડો હતો. એક્ઝિસ્ટિંગ હોમ પ્રાઇસમાં છેલ્લા એક વર્ષમાં ૨.૩ ટકાનો વધારો નોંધાયો હોવાથી એક્ઝિસ્ટિંગ સેલ્સ સતત ઘટી રહ્યું છે. 


યુરોનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ડૉલર સામે ૯ મહિનાની ઊંચાઈએ ૧.૦૯ના લેવલે પહોંચ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મોટા ભાગના પૉલિસી મેકર આગામી બે મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦-૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાની તરફેણ કરી રહ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે એની સામે ડિસેમ્બરમાં યુરો એરિયાનું ઇન્ફ્લેશન ૯.૨ ટકા હતું, જે નવેમ્બરમાં ૧૦.૨ ટકા હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં સાડાચાર ગણું ઇન્ફ્લેશન હોવાથી મોટા ભાગના મેમ્બર અગ્રેસિવ ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રાખવાના મતના હતા. યુરો એરિયાનો બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને માર્ચ મહિનાની મીટિંગ સુધીમાં ૩.૨૫ ટકા સુધી પહોંચાડવાનો મત મોટા ભાગના મેમ્બરોએ વ્યક્ત કર્યો હતો. 

યુરોની મજબૂતી અને યુરો વધુ મજબૂત થવાની ધારણાને પગલે ડૉલરમાં નરમાઈ ચાલુ હતી અને સોમવારે ડૉલર ઇન્ડેક્સ ૧૦૨ના લેવલે સ્ટેડી હતો જે છેલ્લા ૮ મહિનાની નીચી સપાટી હતી. ફેડ ગવર્નર ક્રિષ્ટોફર વોલરે આગામી સપ્તાહે મળનારી ફેડની મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાનો નિર્દેશ આપતાં ડૉલરમાં નરમાઈ ચાલુ રહી હતી તેમ જ અમેરિકાના ઇકૉનૉમિક ડેટા પણ સતત નબળા આવી રહ્યા હોવાથી ડૉલર ડાઉન થઈ રહ્યો છે. 

ચાલુ સપ્તાહે અનેક ઇકૉનૉમિક ડેટા જાહેર થશે જે વર્લ્ડમાં રિસેશનની અસરનો સંકેત આપશે. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ અને ચોથા ક્વૉર્ટરના ગ્રોથ રેટના પ્રિલિમિનરી ડેટા જાહેર થશે. અમેરિકા, બ્રિટન, જપાન, યુરો એરિયાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. દક્ષિણ કોરિયા, ફિલિપીન્સના ગ્રોથ રેટ ડેટા તેમ જ ઑસ્ટ્રેલિયાના ઇન્ફ્લેશનના ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. 

આ પણ વાંચો : સોનામાં ઝડપથી આગળ વધતી તેજીઃ ખરીદવા માટેનો યોગ્ય સમય કે રાહ જોવી?

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ક્રૂડ તેલના ભાવ વધીને ૮૨ ડૉલર અને બ્રેન્ટના ભાવ વધીને ૮૮ ડૉલર થયા હતા. ઇન્ટરનૅશનલ એનર્જી અસોસિએશન અને ઑપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ), બન્ને ટૉપ લેવલના અસોસિએશને ક્રૂડ તેલના ભાવ વધવાની આગાહી કરી હતી. ખાસ કરીને ચીનમાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયાં બાદ માર્કેટ રીઓપનિંગ થતાં ક્રૂડ તેલની ડિમાન્ડમાં મોટો વધારો થવાની આગાહી બન્ને અસોસિએશને કરી હતી. ઉપરાંત યુરોપિયન દેશો અને G7 દેશો દ્વારા રશિયન ક્રૂડ તેલની સપ્લાય પર નિયંત્રણ નાખવાના પ્રયાસ ચાલુ હોવાથી એની અસર પણ જોવા મળશે. અમેરિકા, યુરો એરિયા, બ્રિટન સહિત તમામ દેશોના ઇન્ફ્લેશન છેલ્લા ચાર-પાંચ મહિનાથી ઘટી રહ્યા છે ત્યારે ક્રૂડ તેલની તેજી જો આગળ વધે તો ઇન્ફ્લેશન પર કેવી અસર થશે? ઇન્ફ્લેશન વધતાં ફેડ સહિત અનેક દેશો ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ફરી વધારશે કે કેમ? રિસેશનના તબક્કામાં ફેડ પાસે હવે ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવાની જગ્યા નથી. આ સ્થિતિમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરે તો ડૉલર વધુ નબળો બને અને ડૉલર વધુ નબળો બનતાં સોનામાં મોટી તેજી થવાનો માર્ગ મોકળો બનશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૭,૦૪૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૮૧૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૨૭૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2023 04:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK