Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મિડલ ઈસ્ટમાં ટેન્શન ઘટતાં સોનામાં પ્રૉફિટ બુકિંગના દબાણથી ઘટાડો

મિડલ ઈસ્ટમાં ટેન્શન ઘટતાં સોનામાં પ્રૉફિટ બુકિંગના દબાણથી ઘટાડો

23 April, 2024 07:00 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ છ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક તસવીર


મિડલ ઈસ્ટમાં ટેન્શન ઘટતાં સોનામાં પ્રૉફિટ બુકિંગનું દબાણ વધતાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સોનામાં એક ટકાનો ઘટાડો થઈને ભાવ ૨૩૫૦.૪૦ ડૉલર સુધી ઘટ્યા બાદ સોમવારે સાંજે ૨૩૬૦થી ૨૩૬૧ ડૉલરની રેન્જમાં ભાવ રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૫૨૯ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૨૯૯ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ સતત બીજે દિવસે ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ
અમેરિકન ફેડ હવે સપ્ટેમ્બર સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો નહીં કરે અને ૨૦૨૪માં માત્ર એક જ વખત ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે એવી માર્કેટની ધારણાને પગલે ડૉલર ઇન્ડેક્સ વધીને છ મહિનાની ઊંચાઈએ ૧૦૬.૦૬ પૉઇન્ટે સોમવારે પહોંચ્યો હતો. ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ૪.૬૫૯ ટકાએ પહોંચ્યા હતા.  ચાલુ સપ્તાહે અમેરિકાનો ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરના ઇકૉનૉમિક ગ્રોથનો પ્રથમ ઍડ્વાન્સ એસ્ટિમેટ જાહેર થશે જે ૨.૩થી ૨.૫ ટકા આવવાનો અંદાજ છે. ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરનો ફાઇનલ ઇકૉનૉમિક ગ્રોથ ૩.૯ ટકા આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ પણ જાહેર થશે જેના આધારે અમેરિકાનું  ઇન્ફ્લેશન નક્કી થાય છે. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથના પ્રિલિમિનરી એસ્ટિમેટ પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. ચીન, જપાન અને ટર્કીની સેન્ટ્રલ બૅન્કની મીટિંગ ચાલુ સપ્તાહે યોજાઈ રહી હોવાથી એના ઇન્ટરેસ્ટ રેટ વિશેના નિર્ણયો પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 



શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સોનાની તેજીને ગયા સપ્તાહ સુધી માત્ર જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ હતો. છેલ્લા બે દિવસથી જિયોપોલિટિકલ ટેન્શન ઘટવા લાગતાં સોનું સડસડાટ ઘટવા લાગ્યું છે. જિયોપૉલિટિકલ ટેન્શન ઘટતાં સોનું ૨૪૩૧ ડૉલરની સપાટીથી ઘટીને ૨૩૫૦ ડૉલર સુધી નીચે ગયું છે. ઇઝરાયલ પર વળતો પ્રહાર કરવાનો ઈરાને હાલપૂરતો ઇનકાર કરતાં જિયોપોલિટકલ ટેન્શન ઘટવા લાગ્યું છે. આગામી દિવસોમાં જિયોપૉલિટિકલ ટેન્શન ઘટશે તો સોનાના ભાવ હજી ઘટશે. ૧૯૦૦ ડૉલરથી ૨૪૦૦ ડૉલરની તેજીમાં અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો, સેન્ટ્રલ બૅન્કની સોનાની ખરીદી અને જિયોપૉલિટિકલ ટેન્શન આ ત્રણ કારણોનો સપોર્ટ હતો, પણ હવે અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ૨૦૨૪માં ઘટશે કે કેમ એ વિશે શંકાઓ દિવસે-દિવસે વધી રહી છે. વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪માં ઘટશે એવું નિશ્ચિત દેખાય છે. આ બે કારણો ડિસ્કાઉન્ટ થયા બાદ જિયોપૉલિટિકલ ટેન્શનનું કારણ બચ્યું હતું. આ કારણ પણ ડિસ્કાઉન્ટ થતાં સોનું ૮૦ ડૉલર ઘટી ગયું છે. હજી જિયોપૉલિટિકલ ટેન્શન ઘટશે તો બીજા ૧૦૦થી ૧૫૦ ડૉલર ઝડપથી ઘટી જશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:00 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK