અમેરિકાના ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે મોડી રાતે જાહેર થશે જેના આધારે ફેડના રેટ-કટનું ભાવિ નક્કી થશે.
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે સોનાનો ભાવ ૨૦૨૪ના અંત સુધીમાં વધીને ૨૬૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી જે મંગળવારે ૨૫૦૫થી ૨૫૦૬ ડૉલરની રેન્જમાં હતો. સ્વિટ્ઝરલૅન્ડ બૅન્કે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના રેટ-કટ બાદ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)ની સોનાની ખરીદીમાં મોટો વધારો થતાં સોનાના ભાવ વધશે. અમેરિકાના ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા બુધવારે મોડી રાતે જાહેર થશે જેના આધારે ફેડના રેટ-કટનું ભાવિ નક્કી થશે.




