ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > Union Budget 2023 પહેલા નાણાંમંત્રીએ આપ્યા ખુશખબર, આ લોકોએ નહીં ભરવો પડે ટેક્સ

Union Budget 2023 પહેલા નાણાંમંત્રીએ આપ્યા ખુશખબર, આ લોકોએ નહીં ભરવો પડે ટેક્સ

16 January, 2023 07:56 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાણાંકીય વર્ષ (Financial Year) 2023-24નું બજેટ રજૂ થવામાં થોડાક જ દિવસો બાકી છે, પણ આ પહેલા જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એક ઈવેન્ટમાં નિવેદન આપતા કહ્યું કે તે પણ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમની મુશ્કેલી સમજી શકે છે.

નિર્મલા સીતારમણ Budget 2023

નિર્મલા સીતારમણ

નાણાંકીય વર્ષ (Financial Year) 2023-24નું બજેટ રજૂ થવામાં થોડાક જ દિવસો બાકી છે, પણ આ પહેલા જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એક ઈવેન્ટમાં નિવેદન આપતા કહ્યું કે તે પણ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમની મુશ્કેલી સમજી શકે છે. સરકાર તરફથી અત્યાર સુધી પાંચ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનારા લોકો પર કોઈપણ નવો ટેક્સ નથી લગાડવામાં આવ્યો.

જણાવવાનું કે, આ ઈવેન્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પત્રિકા પાઞ્ચજન્ય દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આની સાથે જ તેમણે આગળ કહ્યું કે સરકારે મધ્યમ વર્ગના જીવનને સરળ બનાવવા માટે સ્માર્ટ શહેરોનું નિર્માણ અને મેટ્રો રેલ નેટવર્ક વિકસિત કરવા જેવા અનેક ઉપાય કર્યા છે.


પૂંજીગત ખર્ચ વધારી રહી છે સરકાર
નાણાંમંત્રીએ આગળ કહ્યું કે 2020ના બજેટથી સરકાર સતત પોતાના પૂંજીગત ખર્ચને વધારી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં આ 35 ટકા વધારીને 7.50 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. આની સાથે જ કેન્દ્ર સરકારી બેન્કોનું આર્થિક સ્વાસ્થ્ય સુધારવા માટે એનપીએ હજી ઘટાડવા માટે અને મુદ્દે કામ કરે છે.


મફત રાજનૈતિક જાહેરાતો પર સાધ્યો નિશાનો
રાજનૈતિક દળો તરફથી ચૂંટણી દરમિયાન કરવામાં આવતી મફત જાહેરાતો પર ઈવેન્ટમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે તેમને (રાજનૈતિક દળોને) પૂછવું જોઈએ કે શું ચૂંટણી પહેલા રાજનૈતિક દળો દ્વારા કરવામાં આવતા વાયદા રાજ્યની નાણાંકીય સ્થિતિને જોઈને પૂરા કરી શકાય છે.

આ પણ વાંચો : Budget 2023:બજેટ પહેલા મોટી રાહત, હવે રૂપે કાર્ડ અને BHIM UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગુ નહીં થાય


અર્થવ્યવસ્થામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફાર
મોદી સરકાર તરફથી કરવામાં આવેલા આર્થિક સુધારા વિશે જણાવતા કહ્યું કે 2013માં ભારત વિશ્વની `ફ્રેજાઈલ ફાઈવ` અર્થવ્યવસ્થાઓમાંથી એક હતી. 2014માં મોદી સરકારની સત્તામાં આવ્યા બાદથી અનેક મહત્વપૂર્ણ ફેરફાર આવ્યા છે, જેને કારણે આ હવે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા છે. ડૉલરની તુલનામાં રૂપિયામાં ઉતાર-ચડાણ છતાં લોકોનું માનવું કે ભારતમાં એક સ્થિર સરકાર છે અને નીતિઓમાં કોઈ અસંતુલન નથી. ડૉલર સિવાય અન્ય મુદ્રાઓની તુલનામાં ભારતીય રૂપિયો સારો ગ્રોથ કરી રહ્યો છે.

16 January, 2023 07:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK