આઇસી૧૫ ઇન્ડેક્સ ૧૦૧ પૉઇન્ટ વધ્યો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૧૪ ટકા (૧૦૧ પૉઇન્ટ) વધીને ૭૩,૨૩૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૩,૧૩૮ ખૂલીને ૭૩,૯૨૧ની ઉપલી અને ૬૯,૭૮૯ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટ્રોન, લાઇટકૉઇન, ઇથેરિયમ અને સોલાના ટોચના વધનાર હતા, જ્યારે અવાલાંશ ૪.૪૩ ટકા સાથે ટોચનો ઘટનાર હતો.
દરમ્યાન, નાઇજીરિયાના નાણાપ્રધાન વાલે ઍડને ક્રિપ્ટો ઉદ્યોગનું નિયમન કરીને માર્કેટમાં ઉચિત વ્યવહાર ટકાવી રાખવા માટે પગલાં ભરવાનો દેશના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનને અનુરોધ કર્યો છે. બીજી બાજુ, દુબઈ કસ્ટમ્સે નવું બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે, જેથી વેપારી પ્રવૃત્તિઓમાં પારદર્શકતા વધે અને સપ્લાય ચેઇનમાં કાગળનો ઉપયોગ ઘટે. દુબઈને વૈશ્વિક ઈ-કૉમર્સ કેન્દ્ર બનાવવાની દૃષ્ટિએ આ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.


