ટોચના વધેલા કૉઇનમાં ચેઇનલિન્ક ૩.૭૪ ટકા, ટ્રોન ૧.૩૩ ટકા, અવાલાંશ ૨.૬૦ ટકા, ટોનકૉઇન ૧.૬૭ ટકા વૃદ્ધિ સાથે સામેલ હતા
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇન ૦.૨૧ ટકા ઘટીને ૯૬,૭૬૭ ડૉલર રહ્યો હતો, જ્યારે ઇથેરિયમમાં ૪.૮૭ ટકાનો વધારો થઈને ભાવ ૨૮૨૩ ડૉલર થયો હતો. એક્સઆરપી ૦.૫૪ ટકા ઘટ્યો હતો અને કાર્ડાનોમાં ૬.૭૬ ટકા વૃદ્ધિ થઈ હતી. ટોચના વધેલા કૉઇનમાં ચેઇનલિન્ક ૩.૭૪ ટકા, ટ્રોન ૧.૩૩ ટકા, અવાલાંશ ૨.૬૦ ટકા, ટોનકૉઇન ૧.૬૭ ટકા વૃદ્ધિ સાથે સામેલ હતા. સમગ્ર માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૩૨ ટકા વધીને ૩.૨૩ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું.
દરમ્યાન ૩.૦ ટીવીની યુટ્યુબ ચૅનલ પરથી પ્રસારિત અહેવાલ મુજબ આ વર્ષના અંત સુધીમાં ઇથેરિયમ વધીને ૧૦,૦૦૦ ડૉલર થવાની ધારણા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે વ્યક્ત કરી છે. બીજી બાજુ, ઍસેટ મૅનેજર બિટવાઇઝના મતાનુસાર ઇથેરિયમ વર્ષ ૨૦૨૫ પૂરું થવા સુધીમાં ૭૦૦૦ ડૉલરની સપાટીને આંબી જશે. આ જ રીતે વાનેક ઍનલિસ્ટનું કહેવું છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ઈટીએચનો ભાવ ૨૨,૦૦૦ ડૉલર થઈ શકે છે.

