નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 25,000ની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સે પણ 82,000નો આંકડો પાર કરીને 82,129.49ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ઑગસ્ટ મહિનાનું પ્રથમ ટ્રેડિંગ સત્ર (Closing Bell) ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું હતું. નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 25,000ની સર્વકાલીન ઊંચી સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સે પણ 82,000નો આંકડો પાર કરીને 82,129.49ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. બજારમાં આ ઉછાળાનો શ્રેય ઊર્જા ક્ષેત્રના શેરોને જાય છે. કોલ ઈન્ડિયા, ઓએનજીસી પાવર ગ્રીડ જેવી સરકારી કંપનીઓના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે નિફ્ટી 640 પોઈન્ટના ઉછાળા સાથે 25,000ની સપાટી વટાવીને 25,011 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 126 પોઈન્ટના ઉછાળા સાથે 81,867 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આ સ્ટૉકમાં વધ-ઘટ
ADVERTISEMENT
આજના વેપારમાં એનર્જી શેરોનું વર્ચસ્વ હતું. આ સેક્ટરના શેરો (Closing Bell) પર નજર કરીએ તો પાવર ગ્રીડ 3.73 ટકા, અદાણી ગ્રીન એનર્જી 3.16 ટકા, ટાટા પાવર 2.51 ટકા, ઓએનજીસી 2.03 ટકા, એનટીપીસી 1.83 ટકા, રિલાયન્સ 0.75 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય એચડીએફસી બૅન્ક 1.85 ટકા, નેસ્લે 1.38 ટકા, અદાણી પોર્ટ્સ 1.07 ટકા, મારુતિ સુઝુકી 1.01 ટકા, ભારતી એરટેલ 0.66 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરોમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા 2.76 ટકાના ઘટાડા સાથે, ટાટા સ્ટીલ 1.36 ટકાના ઘટાડા સાથે, બજાજ ફિનસર્વ 1.20 ટકાના ઘટાડા સાથે, SBI 1.20 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
ક્ષેત્રોની સ્થિતિ
આજના કારોબાર (Closing Bell)માં એનર્જી, ફાર્મા, એફએમસીજી, હેલ્થકેર બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે ઓટો, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, રિયલ એસ્ટેટ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે તેજીને બ્રેક લાગી હતી અને આ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા.
માર્કેટ કેપમાં ઘટાડો
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ બુધવારના ટ્રેડિંગ સેશનમાં રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું, પરંતુ આજના સેશનમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂા. 461.61 લાખ કરોડ પર બંધ થયું હતું.
F&O ટ્રેડિંગમાં લોકો વર્ષે આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે
ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગમાં વર્ષે ભારતીય રોકાણકારો (ટ્રેડર્સ) પોતાની ઘરગથ્થુ બચતનાં નાણાંમાંથી આશરે ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવે છે. આ આંકડો આંચકાજનક અને ગંભીર ગણાય. આ શબ્દો છે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નાં ચૅરપર્સન માધબી પુરી-બુચનાં. મંગળવારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં યોજાયેલા એક પ્રસંગમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યાં ત્યારે તેમણે પત્રકાર પરિષદ દરમ્યાન આ નિવેદન કર્યું હતું. ઇન્ટ્રા-ડે ઇક્વિટી શૅર ટ્રેડિંગમાં દસમાંથી સાત લોકો નાણાં ગુમાવે છે એવો રિપોર્ટ તાજેતરમાં જ SEBIએ બહાર પાડ્યો હતો. આ પહેલાં SEBIએ F&Oમાં દસમાંથી નવ લોકો નાણાં ગુમાવતા હોવાનો અહેવાલ બહાર પાડ્યો હતો. હવે SEBI ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના કિસ્સામાં વિવિધ અંકુશાત્મક પગલાં અમલમાં મૂકવાની તૈયારીમાં છે.

