ખાસ કરીને આજના સત્રમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા છે
Share Market Update
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પૉલિસીની જાહેરાત બાદ ભારતીય શેરબજાર (Closing Bell)માં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને આજના સત્રમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 723 પોઈન્ટના ઘટાડા સાથે 71,428 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (Closing Bell)નો નિફ્ટી 212 પોઈન્ટના ઘટાડા સાથે 21,717 પોઈન્ટ પર બંધ રહ્યો હતો
સેક્ટરની સ્થિતિ
ADVERTISEMENT
આજના સત્રમાં બેન્કિંગ શેરો (Closing Bell)માં ઘટાડાને કારણે નિફ્ટી બૅન્ક ઈન્ડેક્સ ભારે ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટી બૅન્ક 1.76 ટકાના ઘટાડા સાથે 45012ના સ્તર પર બંધ થયો. નિફ્ટી બૅન્કના 12 શેરોમાંથી 9 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. ખાનગી બૅન્કોના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાહેર ક્ષેત્રની બૅન્કોના શેર અદભૂત ઉછાળા સાથે બંધ થયા હતા.
આ સિવાય ઑટો, એફએમસીજી, મેટલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સ ઘટીને બંધ થયા હતા. જોકે, ઑઈલ ઍન્ડ ગેસ, એનર્જી, મીડિયા, આઈટી સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેરના ભાવ વધ્યા હતા અને 22 શેરો ઘટીને બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 36 ઘટાડા સાથે બંધ થયા છે.
બજાર મૂલ્યમાં ઘટાડો
આજના વેપારમાં બજારમાં વેચવાલીથી લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂા. 388.72 લાખ કરોડ હતું જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂા. 389.25 લાખ કરોડ હતું. આજના વેપારમાં બજાર મૂલ્યમાં રૂા. 53000 કરોડનો ઘટાડો થયો છે.
આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૨૨૯ પૉઇન્ટની વૃદ્ધિ
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૪૧ ટકા (૨૨૯ પૉઇન્ટ) વધીને ૫૫,૩૭૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૧૪૧ ખૂલીને ૫૫,૬૯૩ની ઉપલી અને ૫૪,૬૪૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ઇથેરિયમ, ટ્રોન, અવાલાંશ અને પૉલિગોન ટોચના વધનાર હતા. કાર્ડાનો, ચેઇનલિન્ક, શિબા ઇનુ અને એક્સઆરપી ટોચના ઘટનાર હતા.
દરમ્યાન અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને ક્રિપ્ટો અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સ પર નજર રાખવા માટેના નવા નિયમો ઘડ્યા છે. એ મુજબ ક્રિપ્ટો વ્યવહારો કરનારા બજારના સહભાગીઓએ કેન્દ્રીય સિક્યૉરિટીઝ કાયદાઓનું પાલન કરવું પડશે. બીજી બાજુ, થાઇલૅન્ડ ડિજિટલ કેન્દ્ર બનવા તરફ આગળ જઈ રહ્યું છે. દેશના નાણાં મંત્રાલયે વેટમુક્ત ક્રિપ્ટો ટ્રેડિંગ શરૂ કર્યું છે. અન્ય અહેવાલ મુજબ બ્લૉકચેઇન પ્લૅટફૉર્મ હેડેરાએ સાઉદી અરેબિયામાં વેબ૩ ટેક્નૉલૉજીઝ વિકસાવવા માટે દેશના રોકાણ મંત્રાલય સાથે સહયોગ સાધ્યો છે.