કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે ગયા શુક્રવારે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે ૧૧ મિલ્યન શૅર ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેનું મૂલ્ય ૨૨૦ મિલ્યન ડૉલર થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરનારી કંપની હટ 8ની બહુમતી હિસ્સાની પેટાકંપની અમેરિકન બિટકૉઇને સૌથી વધુ જાણીતી ક્રિપ્ટોકરન્સી–બિટકૉઇનનું માઇનિંગ કરવા અને પોતાની બિટકૉઇનની ટ્રેઝરી વધારવા માટે ૨૨૦ મિલ્યન ડૉલર ઊભા કર્યા છે.
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે કે ગયા શુક્રવારે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે ૧૧ મિલ્યન શૅર ઇશ્યુ કરવામાં આવ્યા હતા જેનું મૂલ્ય ૨૨૦ મિલ્યન ડૉલર થાય છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ગત ૧૦ જૂને અમેરિકન બિટકૉઇનની ટ્રેઝરીમાં ૨૧૫ બિટકૉઇન હતા. આ કંપની અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે પણ સંકળાયેલી છે, કારણ કે ટ્રમ્પના દીકરાઓ–ડોનલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ એના સ્થાપકોમાં સામેલ છે. હટ 8 નામની કંપનીએ ૩૧ માર્ચે અમેરિકન બિટકૉઇનમાં બહુમતી હિસ્સો ખરીદ્યો હતો.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે નરમ રહી હતી. કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન એક ટકા ઘટીને ૩.૨૬ ટ્રિલ્યન ડૉલર રહ્યું હતું. બિટકૉઇનમાં પણ લગભગ એક ટકા જેટલો જ ઘટાડો થઈને ભાવ ૧,૦૫,૯૯૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૮૧ ટકાના ઘટાડા સાથે ભાવ ૨૪૨૩ ડૉલર હતો. બીએનબીમાં ૦.૮૦, સોલાનામાં ૩.૦૩, ડોઝકૉઇનમાં ૨.૫૯ અને કાર્ડાનોમાં ૨.૩૭ ટકાનો ઘટાડો થયો હતો.

