ઑક્ટોબર ૨૦૨૫માં ૧૪,૦૦૦ નોકરીઓમાં કાપ મુકાયા બાદ ઍમૅઝૉનમાં છટણીનો આ બીજો રાઉન્ડ છે
પ્રતીકાત્મક તસવીર
ઈ-કૉમર્સ કંપની ઍમૅઝૉને ગઈ કાલે ૧૬,૦૦૦ જેટલી કૉર્પોરેટ નોકરીઓમાં છટણીની જાહેરાત કરી હતી. ઑક્ટોબર ૨૦૨૫માં ૧૪,૦૦૦ નોકરીઓમાં કાપ મુકાયા બાદ ઍમૅઝૉનમાં છટણીનો આ બીજો રાઉન્ડ છે. આ સંદર્ભે ઍમૅઝૉન ખાતે પીપલ એક્સ્પીરિયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીનાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ જણાવ્યું હતું કે ‘જે લોકોની ભૂમિકા પ્રભાવિત થઈ છે તે દરેકને ટેકો આપવા માટે અમે સખત મહેનત કરી રહ્યા છીએ. કંપની લેયર્સ ઘટાડવા, ઓનરશિપ વધારવા અને અમલદારશાહી દૂર કરવા માટે કામ કરી રહી છે. ઘણી ટીમોએ ઑક્ટોબરમાં તેમના સંગઠનાત્મક ફેરફારોને અંતિમ સ્વરૂપ આપ્યું હોવા છતાં હજી સુધી એ પૂરા કર્યા નથી.’


