IPL 2020: જાણો પંજાબના ઑપનિંગ બેટ્સમેન વિશે, આ બૉલીવુડ એક્ટ્રેસને કરે છે ડેટ

Updated: 1st October, 2020 14:58 IST | Sheetal Patel
  • કે.એલ.રાહુલનું પુરૂ નામ કન્નૂર લોકેશ રાહુલ છે.  એનો જન્મ 18 એપ્રિલ 1992ના રોજ કર્ણાટકના મેંગ્લોરમાં થયો છે

    કે.એલ.રાહુલનું પુરૂ નામ કન્નૂર લોકેશ રાહુલ છે.  એનો જન્મ 18 એપ્રિલ 1992ના રોજ કર્ણાટકના મેંગ્લોરમાં થયો છે

    1/27
  • એના પિતાનું નામ કેએન લોકેશ અને માતાનું રાજેશ્વરી છે.

    એના પિતાનું નામ કેએન લોકેશ અને માતાનું રાજેશ્વરી છે.

    2/27
  • એના પિતા કર્ણાટકના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

    એના પિતા કર્ણાટકના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

    3/27
  • તેની માતા રાજેશ્વરી મેંગ્લોર યુનિવર્સિટીમાં ઇતિહાસ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 

    તેની માતા રાજેશ્વરી મેંગ્લોર યુનિવર્સિટીમાં ઇતિહાસ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 

    4/27
  • તેમના પિતાના જણાવ્યા મુજબ કે.એલ.રાહુલે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.

    તેમના પિતાના જણાવ્યા મુજબ કે.એલ.રાહુલે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.

    5/27
  • 21 ટેસ્ટ, 10 વનડે અને 56 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમનાર કે.એલ. રાહુલ ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકની ટીમ તરફથી રમે છે.

    21 ટેસ્ટ, 10 વનડે અને 56 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમનાર કે.એલ. રાહુલ ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટકની ટીમ તરફથી રમે છે.

    6/27
  • લોકેશ રાહુલે તેની ઘરેલુ કારર્કિદીની શરૂઆત કર્ણાટક તરફથી 2010-11માં કરી હતી.

    લોકેશ રાહુલે તેની ઘરેલુ કારર્કિદીની શરૂઆત કર્ણાટક તરફથી 2010-11માં કરી હતી.

    7/27
  • તે જ વર્ષે અંડર -19 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બન્યો.

    તે જ વર્ષે અંડર -19 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બન્યો.

    8/27
  • વર્ષ 2014-15ની દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝૉન તરફથી રમતા લોકેશ રાહુલે સેન્ટ્રલ ઝૉન સામેની પ્રથમ ઇનિંગમાં 233 બોલમાં 185 અને બીજી ઇનિંગમાં 152 બોલમાં 130 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

    વર્ષ 2014-15ની દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝૉન તરફથી રમતા લોકેશ રાહુલે સેન્ટ્રલ ઝૉન સામેની પ્રથમ ઇનિંગમાં 233 બોલમાં 185 અને બીજી ઇનિંગમાં 152 બોલમાં 130 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

    9/27
  • વર્ષ 2013 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કે.એલ.રાહુલ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના વિકેટકીપર અને બેટ્સમેન તરીકે જોવા મળ્યે હતો.

    વર્ષ 2013 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કે.એલ.રાહુલ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના વિકેટકીપર અને બેટ્સમેન તરીકે જોવા મળ્યે હતો.

    10/27
  • 2014માં સનરાઇઝર્સ હૈદરાબાદએ લોકેશ રાહુલને એક કરોડમાં ખરીદ્યો હતો.

    2014માં સનરાઇઝર્સ હૈદરાબાદએ લોકેશ રાહુલને એક કરોડમાં ખરીદ્યો હતો.

    11/27
  • બાદ વર્ષ 2016માં લોકેશ રાહુલ ફરીથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો હિસ્સો રહ્યો હતો.

    બાદ વર્ષ 2016માં લોકેશ રાહુલ ફરીથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો હિસ્સો રહ્યો હતો.

    12/27
  • ખભામાં થયેલી ઇજાના કારણે લોકેશ રાહુલ વર્ષ 2017 આઈપીએલમાં રમી શક્યો ન હતો.

    ખભામાં થયેલી ઇજાના કારણે લોકેશ રાહુલ વર્ષ 2017 આઈપીએલમાં રમી શક્યો ન હતો.

    13/27
  • તેવી જ રીતે વર્ષ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે એને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    તેવી જ રીતે વર્ષ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે એને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

    14/27
  • હાલ ચાલી રહેલી આઈપીએલ મૅચમાં રવિવારે રાજસ્થાન રૉયલ્સ સાથે પંજાબનો મુકાબલો જોવા મળ્યો હતો.

    હાલ ચાલી રહેલી આઈપીએલ મૅચમાં રવિવારે રાજસ્થાન રૉયલ્સ સાથે પંજાબનો મુકાબલો જોવા મળ્યો હતો.

    15/27
  • રાજસ્થાન સામેની મૅચમાં પંજાબે 224 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને છેલ્લે સુધી જીતની આશા હતી, પણ 18મી ઓવરમાં અચાનક મૅચ બદલાઈ ગઈ અને પંજાબ હારી ગઈ.

    રાજસ્થાન સામેની મૅચમાં પંજાબે 224 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને છેલ્લે સુધી જીતની આશા હતી, પણ 18મી ઓવરમાં અચાનક મૅચ બદલાઈ ગઈ અને પંજાબ હારી ગઈ.

    16/27
  • બાદ પંજાબ ટીમના કેપ્ટેન કેએલ રાહુલે કહ્યું કે આ ટી-20 ક્રિકેટ છે. રાજસ્થાનને જીતવા માટે 18 બૉલમાં 51 રની જરૂરત હતી.

    બાદ પંજાબ ટીમના કેપ્ટેન કેએલ રાહુલે કહ્યું કે આ ટી-20 ક્રિકેટ છે. રાજસ્થાનને જીતવા માટે 18 બૉલમાં 51 રની જરૂરત હતી.

    17/27
  • પણ રાહુલ તિવેતિયાએ 18મી ઓવરમાં 5 સિક્સ મારીને મૅચની સ્થિતી બદલી નાખી હતી અને પંજાબ હારી ગઈ હતી.

    પણ રાહુલ તિવેતિયાએ 18મી ઓવરમાં 5 સિક્સ મારીને મૅચની સ્થિતી બદલી નાખી હતી અને પંજાબ હારી ગઈ હતી.

    18/27
  • જુઓ તસવીરમાં લોકેશ રાહુલનો ડેશિંગ લૂક

    જુઓ તસવીરમાં લોકેશ રાહુલનો ડેશિંગ લૂક

    19/27
  • રિલેશનશિપની વાત કરીએ તો લોકેશ રાહુલનું નામ બૉલીવુડ એક્ટ્રેસ સાથે જોડાઈ રહ્યું છે.

    રિલેશનશિપની વાત કરીએ તો લોકેશ રાહુલનું નામ બૉલીવુડ એક્ટ્રેસ સાથે જોડાઈ રહ્યું છે.

    20/27
  • આ હિરોઇન બીજી કોઈ નહીં પણ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી છે. 

    આ હિરોઇન બીજી કોઈ નહીં પણ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી છે. 

    21/27
  • આથિયા શેટ્ટી હંમેશા લોકેશ રાહુલ સાથે જોવા મળે છે.

    આથિયા શેટ્ટી હંમેશા લોકેશ રાહુલ સાથે જોવા મળે છે.

    22/27
  • આથિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્વીમશૂટમાં ફોટો શૅર કર્યો હતો, જેના પર ક્રિકેટર કે.એલ. રાહુલની કમેન્ટ લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. 

    આથિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્વીમશૂટમાં ફોટો શૅર કર્યો હતો, જેના પર ક્રિકેટર કે.એલ. રાહુલની કમેન્ટ લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. 

    23/27
  • કે.એલ. રાહુલે આથિયાની તસવીર પર માત્ર એક જ શબ્દ 'જેફા' લખ્યો છે. 'જેફા' એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ છે - બોસ. 

    કે.એલ. રાહુલે આથિયાની તસવીર પર માત્ર એક જ શબ્દ 'જેફા' લખ્યો છે. 'જેફા' એક સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ છે - બોસ. 

    24/27
  • જોકે બન્નેએ અફેરના સમાચારને નકારી દીધા છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા છે.

    જોકે બન્નેએ અફેરના સમાચારને નકારી દીધા છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ડેટિંગના સમાચારો જોરશોરથી ચાલી રહ્યા છે.

    25/27
  • આથિયા અને કે.એલ. રાહુલના લગ્નના સમાચાર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં છવાયેલા છે. 

    આથિયા અને કે.એલ. રાહુલના લગ્નના સમાચાર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં છવાયેલા છે. 

    26/27
  • જોકે લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ  સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પરની કમેન્ટ્સ ઘણું કહીં જાય છે.

    જોકે લોકેશ રાહુલ અને આથિયા શેટ્ટીએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ  સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પરની કમેન્ટ્સ ઘણું કહીં જાય છે.

    27/27
  • loading...

ફોટોઝ વિશે

આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ પહેલી વાર આમને-સામને થતી જોવા મળશે. અબૂ ધાબીમાં થનારા આ મુકાબલામાં બન્ને ટીમ જીતવા માટે કડક મહેનત કરી રહ્યા છે. દિગ્ગજોથી ભરેલી બન્ને ટીમોએ અગાઉની મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમ હાલમાં બે પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. ચાલો આપણે જાણીએ કે આજે કોણ જીતે છે. સાથે જ પંજાબ ટીમના કેપ્ટેન કેએલ રાહુલ વિશે જાણીએ વધુ..

તસવીર સૌજન્ય - કેએલ રાહુલ ઈન્સ્ટાગ્રામ

First Published: 1st October, 2020 14:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK