IPL 2020: તમને ખબર છે કે ‘DJ’ બ્રાવોએ વિકેટ કિપીંગ પણ કરી છે?

Published: 7th October, 2020 20:04 IST | Keval Trivedi
  • વર્ષ 1983ની સાતમી ઑક્ટોબરે જન્મેલો ડ્વેન બ્રાવો પહેલાથી જ એક ઓલરાઉન્ડર હતો. વર્ષ 2002માં તેણે ડોમેસ્ટીક ક્રિકેટમાં ત્રિનિદાદ એન્ડ ટોબેકો તરફથી રમવાનું શરૂ કર્યું હતું.

    વર્ષ 1983ની સાતમી ઑક્ટોબરે જન્મેલો ડ્વેન બ્રાવો પહેલાથી જ એક ઓલરાઉન્ડર હતો. વર્ષ 2002માં તેણે ડોમેસ્ટીક ક્રિકેટમાં ત્રિનિદાદ એન્ડ ટોબેકો તરફથી રમવાનું શરૂ કર્યું હતું.

    1/15
  • 2002માં જ ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ એ ટીમ માટે થઈ હતી. 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત પણ બ્રાવોએ ઈગ્લેન્ડની સામે જ કરી હતી. 

    2002માં જ ઈંગ્લેન્ડના પ્રવાસમાં તેની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ એ ટીમ માટે થઈ હતી. 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત પણ બ્રાવોએ ઈગ્લેન્ડની સામે જ કરી હતી. 

    2/15
  • 2004માં ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝથી બ્રાવોએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ સિરીઝમાં 220 રન અને 16 વિકેટ લઈને લાઈમ લાઈટમાં આવ્યો હતો.

    2004માં ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝથી બ્રાવોએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ સિરીઝમાં 220 રન અને 16 વિકેટ લઈને લાઈમ લાઈટમાં આવ્યો હતો.

    3/15
  • થોડો સમય ઈન્જરી અને ખરાબ પ્રદર્શન ચાલ્યા બાદ બ્રાવોએ કમબેક કરતા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2006માં 27.57ની એવરેજથી સાત વિકેટ અને 41ની એવરેજથી 164 રન કર્યા હતા.   

    થોડો સમય ઈન્જરી અને ખરાબ પ્રદર્શન ચાલ્યા બાદ બ્રાવોએ કમબેક કરતા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2006માં 27.57ની એવરેજથી સાત વિકેટ અને 41ની એવરેજથી 164 રન કર્યા હતા.   

    4/15
  • 9 જૂન, 2007ના રોજ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તે વખતના વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર દિનેશ રામદિન ઈન્જર્ડ થતા બ્રાવોએ વિકેટ કિપીંગ કરી હતી.

    9 જૂન, 2007ના રોજ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તે વખતના વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર દિનેશ રામદિન ઈન્જર્ડ થતા બ્રાવોએ વિકેટ કિપીંગ કરી હતી.

    5/15
  • ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતિથી રમવા ઉપરાંત તે પાકિસ્તાન ક્રિકેટ લીગ, બિગ બેશ લીગ, બાંગ્લાદેશ પ્રિમિયર લીગ, કંટ્રી લીગમાં પણ રમ્યો છે. કેરેબિયન પ્રિમિયર લીગના લોન્ચ સમયે બ્રોવાની જાહેરાત ફ્રેન્ચાઈઝી પ્લેયર તરીકે થઈ હતી.

    ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતિથી રમવા ઉપરાંત તે પાકિસ્તાન ક્રિકેટ લીગ, બિગ બેશ લીગ, બાંગ્લાદેશ પ્રિમિયર લીગ, કંટ્રી લીગમાં પણ રમ્યો છે. કેરેબિયન પ્રિમિયર લીગના લોન્ચ સમયે બ્રોવાની જાહેરાત ફ્રેન્ચાઈઝી પ્લેયર તરીકે થઈ હતી.

    6/15
  • આઈપીએલમાં 137 મેચ રમી છે, જેમાં 102 ઈનિંગમાં 128.29ની સ્ટ્રાઈક રેટ અને 23.17ની એવરેજથી 1483 રન કર્યા છે, જેમાં પાંચ અર્ધ શતકનો પણ સમાવેશ છે. જ્યારે બોલીંગની વાત કરીએ તો કુલ 147 વિકેટ લીધી છે.

    આઈપીએલમાં 137 મેચ રમી છે, જેમાં 102 ઈનિંગમાં 128.29ની સ્ટ્રાઈક રેટ અને 23.17ની એવરેજથી 1483 રન કર્યા છે, જેમાં પાંચ અર્ધ શતકનો પણ સમાવેશ છે. જ્યારે બોલીંગની વાત કરીએ તો કુલ 147 વિકેટ લીધી છે.

    7/15
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 164 વનડેમાં બ્રાવોએ 2968 રન કર્યા છે, જેમાં 10 અર્ધ શતક અને બે શતકનો સમાવેશ છે અને 199 વિકેટ લીધી છે. જ્યારે 40 ટેસ્ટ મેચમાં ત્રણ સેન્ચ્યુરી અને 13 હાફ સેચ્યુરી સાથે 2200 રન અને 86 વિકેટ લીધી છે. 

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 164 વનડેમાં બ્રાવોએ 2968 રન કર્યા છે, જેમાં 10 અર્ધ શતક અને બે શતકનો સમાવેશ છે અને 199 વિકેટ લીધી છે. જ્યારે 40 ટેસ્ટ મેચમાં ત્રણ સેન્ચ્યુરી અને 13 હાફ સેચ્યુરી સાથે 2200 રન અને 86 વિકેટ લીધી છે. 

    8/15
  • આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટના રેકોર્ડ જોઈએ તો બ્રાવોએ 71 ટી-20માં 59 વિકેટ અને 116.62ની સ્ટ્રાઈક રેટથી 1151 રન કર્યા છે, આમાં પાંચ અર્ધ શતકનો પણ સમાવેશ છે.

    આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટના રેકોર્ડ જોઈએ તો બ્રાવોએ 71 ટી-20માં 59 વિકેટ અને 116.62ની સ્ટ્રાઈક રેટથી 1151 રન કર્યા છે, આમાં પાંચ અર્ધ શતકનો પણ સમાવેશ છે.

    9/15
  • ઑક્ટોબર 2018માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જોકે 2020 ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે ડિસેમ્બર 2019માં પરત ક્રિકેટમાં આવ્યો હતો.

    ઑક્ટોબર 2018માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જોકે 2020 ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે ડિસેમ્બર 2019માં પરત ક્રિકેટમાં આવ્યો હતો.

    10/15
  • ચેન્નઈ સુપર કિંગ્સની પહેલા ત્રણ વર્ષ સુધી બ્રાવો મુંબઈ ઈન્ડિયન્સની ટીમથી રમતો હતો. 

    ચેન્નઈ સુપર કિંગ્સની પહેલા ત્રણ વર્ષ સુધી બ્રાવો મુંબઈ ઈન્ડિયન્સની ટીમથી રમતો હતો. 

    11/15
  • 3 મે, 2015ના રોજ તેણે ચેન્નઈમાં ‘ચલો ચલો’ મ્યુઝીક લોન્ચ કર્યું હતું. જોકે બ્રાવોનું ‘ચેમ્પિયન’ સોંગ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું.

    3 મે, 2015ના રોજ તેણે ચેન્નઈમાં ‘ચલો ચલો’ મ્યુઝીક લોન્ચ કર્યું હતું. જોકે બ્રાવોનું ‘ચેમ્પિયન’ સોંગ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું હતું.

    12/15
  • બ્રાવોને એક દિકરો અને એક દિકરી છે. વર્ષ 2014માં વર્લ્ડ ટી20માં તેણે જર્સી નંબર 47થી બદલીને 3 કર્યું હતું, કારણ કે તેનો છોકરો 3 ઑક્ટોબર અને દિકરી 3 ઑગસ્ટે જન્મી હતી. તેમ જ માતાનો જન્મદિવસ પણ ત્રીજી તારીખે જ છે.

    બ્રાવોને એક દિકરો અને એક દિકરી છે. વર્ષ 2014માં વર્લ્ડ ટી20માં તેણે જર્સી નંબર 47થી બદલીને 3 કર્યું હતું, કારણ કે તેનો છોકરો 3 ઑક્ટોબર અને દિકરી 3 ઑગસ્ટે જન્મી હતી. તેમ જ માતાનો જન્મદિવસ પણ ત્રીજી તારીખે જ છે.

    13/15
  • બ્રાવોએ તમિલ મુવી ‘ઉલા’માં કર્યું છે. મુવીના એન્ડ ક્રેડિટમાં તેણે ડાન્સ કરવાની સાથે ગીત પણ ગાયુ હતું.

    બ્રાવોએ તમિલ મુવી ‘ઉલા’માં કર્યું છે. મુવીના એન્ડ ક્રેડિટમાં તેણે ડાન્સ કરવાની સાથે ગીત પણ ગાયુ હતું.

    14/15
  • હેપ્પી બર્થ ડે ડીજે બ્રાવો!

    હેપ્પી બર્થ ડે ડીજે બ્રાવો!

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો આજે 38મો જન્મદિવસ છે. આજે તેના ખાસ દિવસે જાણીએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટથી લઈને એક DJ બનવા સુધીનો સફર...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK