ઈતિહાસના આ મહાન બેટ્સમેન ફસાઈ ચૂક્યા છે ડોપિંગ ટેસ્ટમાં

Updated: 1st August, 2019 12:43 IST | Sheetal Patel
 • એલેક્સ હૅલ્સ - ઇંગ્લૅન્ડ ઇંગ્લૅન્ડના એલેક્સ હૅલ્સને ૨૦૧૯ની વર્લ્ડ કપની શરૂઆત પહેલાં જ બૅન કરવામાં આવ્યો હતો. એલેક્સનો સમાવેશ ૧૫ પ્લેયર્સમાં કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રગ્સને કારણે તેને ૨૧ દિવસ માટે બૅન કરવામાં આવ્યો હતો. તેણે એન્જૉયમેન્ટ માટે ડ્રગ્સનું સેવ કર્યું હતું. જોકે તેમની પૉલિસી મુજબ તેને ૨૧ દિવસ માટે બૅન કરવામાં આવ્યો હતો.

  એલેક્સ હૅલ્સ - ઇંગ્લૅન્ડ

  ઇંગ્લૅન્ડના એલેક્સ હૅલ્સને ૨૦૧૯ની વર્લ્ડ કપની શરૂઆત પહેલાં જ બૅન કરવામાં આવ્યો હતો. એલેક્સનો સમાવેશ ૧૫ પ્લેયર્સમાં કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રગ્સને કારણે તેને ૨૧ દિવસ માટે બૅન કરવામાં આવ્યો હતો. તેણે એન્જૉયમેન્ટ માટે ડ્રગ્સનું સેવ કર્યું હતું. જોકે તેમની પૉલિસી મુજબ તેને ૨૧ દિવસ માટે બૅન કરવામાં આવ્યો હતો.

  1/7
 • શૅન વૉર્ન - ઑસ્ટ્રેલિયા ૨૦૦૩ના વર્લ્ડ કપના બે જ દિવસમાં ડોપિંગ ટેસ્ટમાં પૉઝિટિવ આવતાં શૅન વૉનને ઘરભેગો કરી દેવામાં આવ્યો હતો. હાઇપર ટેન્શન, હાઈ બ્લડ પ્રેશરમાં ઉપયોગમાં લેવાતી ડાઇયુઅરેટિકને કારણે એ પૉઝિટિવ આવ્યો હતો. એક વર્ષ માટે બૅન કરાતાં તેની જગ્યા બ્રૅડ હોગે લીધી હતી.

  શૅન વૉર્ન - ઑસ્ટ્રેલિયા

  ૨૦૦૩ના વર્લ્ડ કપના બે જ દિવસમાં ડોપિંગ ટેસ્ટમાં પૉઝિટિવ આવતાં શૅન વૉનને ઘરભેગો કરી દેવામાં આવ્યો હતો. હાઇપર ટેન્શન, હાઈ બ્લડ પ્રેશરમાં ઉપયોગમાં લેવાતી ડાઇયુઅરેટિકને કારણે એ પૉઝિટિવ આવ્યો હતો. એક વર્ષ માટે બૅન કરાતાં તેની જગ્યા બ્રૅડ હોગે લીધી હતી.

  2/7
 • ઇયાન બોથમ - ઇંગ્લૅન્ડ કૅનિબિસ સ્મોકિંગને કારણે ૧૯૮૬માં ઇયાન બોથમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને થોડા મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની ગેરહાજરીથી તેમની ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ સામે ખૂબ જ ગંદી રીતે હારી હતી.

  ઇયાન બોથમ - ઇંગ્લૅન્ડ

  કૅનિબિસ સ્મોકિંગને કારણે ૧૯૮૬માં ઇયાન બોથમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને થોડા મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની ગેરહાજરીથી તેમની ટીમ ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ સામે ખૂબ જ ગંદી રીતે હારી હતી.

  3/7
 • યાસિર શાહ - પાકિસ્તાન પાકિસ્તાની બોલર યાસિર શાહને ૨૦૧૫માં ત્રણ મહિના માટે બૅન કરવામાં આવ્યો હતો. ડોપિંગ ટેસ્ટમાં ક્લોરથલિડોન મળતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫ની ૧૩ નવેમ્બરે લેવામાં આવેલા તેના સેમ્પલનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેને ૨૦૧૫ની ૨૭ ડિસેમ્બરથી ૨૦૧૬ની ૨૭ માર્ચ સુધી બૅન કરવામાં આવ્યો હતો.

  યાસિર શાહ - પાકિસ્તાન

  પાકિસ્તાની બોલર યાસિર શાહને ૨૦૧૫માં ત્રણ મહિના માટે બૅન કરવામાં આવ્યો હતો. ડોપિંગ ટેસ્ટમાં ક્લોરથલિડોન મળતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫ની ૧૩ નવેમ્બરે લેવામાં આવેલા તેના સેમ્પલનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. તેને ૨૦૧૫ની ૨૭ ડિસેમ્બરથી ૨૦૧૬ની ૨૭ માર્ચ સુધી બૅન કરવામાં આવ્યો હતો.

  4/7
 • ઍન્ડ્રે રસેલ - વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૭માં ઍન્ડ્રે રસેલને તેમના બોર્ડ દ્વારા એક વર્ષ માટે બૅન કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં તે પોતે ક્યાં-ક્યાં ગયો હતો એની જાણકારી આપવામાં તે નિષ્ફળ રહ્યો હતો. એક વર્ષમાં કોઈ પણ વ્યક્તિ ત્રણ વાર આ જાણકારી આપવામાં નિષ્ફળ રહે તો ઍન્ટિ ડ્રગ્સ પૉલિસી હેઠળ તે એક ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોવાનો આરોપ લાગે છે. આથી તેને એક વર્ષ માટે બૅન કરવામાં આવ્યો હતો.

  ઍન્ડ્રે રસેલ - વેસ્ટ ઇન્ડીઝ

  ૨૦૧૭માં ઍન્ડ્રે રસેલને તેમના બોર્ડ દ્વારા એક વર્ષ માટે બૅન કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં તે પોતે ક્યાં-ક્યાં ગયો હતો એની જાણકારી આપવામાં તે નિષ્ફળ રહ્યો હતો. એક વર્ષમાં કોઈ પણ વ્યક્તિ ત્રણ વાર આ જાણકારી આપવામાં નિષ્ફળ રહે તો ઍન્ટિ ડ્રગ્સ પૉલિસી હેઠળ તે એક ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હોવાનો આરોપ લાગે છે. આથી તેને એક વર્ષ માટે બૅન કરવામાં આવ્યો હતો.

  5/7
 • શોએબ અખ્તર - પાકિસ્તાન ૨૦૦૬માં શોએબ અખ્તરને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના ડોપિંગ ટેસ્ટમાં એનાબોલિક સ્ટીરૉઇડ્સ નૅન્ડ્રોલોન મળ્યું હતું. જોકે તેની અપીલને કારણે તેના પરથી બૅન ઉઠાવી લેવામાં આવ્યો હતો.

  શોએબ અખ્તર - પાકિસ્તાન

  ૨૦૦૬માં શોએબ અખ્તરને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના ડોપિંગ ટેસ્ટમાં એનાબોલિક સ્ટીરૉઇડ્સ નૅન્ડ્રોલોન મળ્યું હતું. જોકે તેની અપીલને કારણે તેના પરથી બૅન ઉઠાવી લેવામાં આવ્યો હતો.

  6/7
 • મોહમ્મદ આસિફ - પાકિસ્તાન ૨૦૦૬માં શોએબ અખ્તરની સાથે પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસિફનું પણ નામ આવ્યું હતું. બન્નેના ટેસ્ટમાં એનાબોલિક સ્ટીરૉઇડ્સ નૅન્ડ્રોલોન મળ્યું હતું. જોકે તેને પણ શોએબ અખ્તરની જેમ અપીલ કરવાને કારણે બૅન ઉઠાવી લેવામાં આવ્યો હતો.

  મોહમ્મદ આસિફ - પાકિસ્તાન

  ૨૦૦૬માં શોએબ અખ્તરની સાથે પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસિફનું પણ નામ આવ્યું હતું. બન્નેના ટેસ્ટમાં એનાબોલિક સ્ટીરૉઇડ્સ નૅન્ડ્રોલોન મળ્યું હતું. જોકે તેને પણ શોએબ અખ્તરની જેમ અપીલ કરવાને કારણે બૅન ઉઠાવી લેવામાં આવ્યો હતો.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પૃથ્વી શૉને આઠ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેના ટેસ્ટમાં ટર્બુટેલાઇન મળ્યું હતું જે મોટા ભાગે કફ શિરપમાં જોવા મળે છે. આ પદાર્થનો ઉપયોગ શૉર્ટ-ટર્મ અસ્થમા ટ્રીટમેન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં પહેલી વાર કોઈ ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયો હશે. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આવા ઘણા પ્લેયર્સ છે જે ડોપિંગ ટેસ્ટ ક્લિયર કરવામાં નિષ્ફળ ગયા હોય.

First Published: 1st August, 2019 12:39 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK