વિજય શંકર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર, મયંક અગ્રવાલ ઈન

Published: Jul 01, 2019, 14:39 IST

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને ચાર નંબર પર બેટિંગના દાવેદાર વિજય શંકર ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા છે. શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ભારતીય ટીમને વધુ એક ઝાટકો લાગ્યો છે.

વિજય શંકર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર
વિજય શંકર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને ચાર નંબર પર બેટિંગના દાવેદાર વિજય શંકર ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા છે. શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ભારતીય ટીમને વધુ એક ઝાટકો લાગ્યો છે. વિજય શંકરને પગના અંગૂઠામાં થયેલી ઈજાના કારણે વર્લ્ડ કપની એક પણ મેચ રમી શકે એમ નથી. વિજય શંકરને શિખર ધવનના ઈજાગ્રસ્ત થયા પછી ભારતીય ટીમમાં મોકો આપવામાં આવ્યો હતો.

જમણા હાથના બેટ્સમેન અને મીડિયમ પેસ બોલર વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મયંક અગ્રવાલ 6 જુલાઈએ લીડ્સમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી લીગની છેલ્લી મેચમાં ભારતીય ટીમ સાથે જોડાશે. વિજય શંકરના વર્લ્ડ કપના બહાર થવાના કારણે ટીમમાં મયંક અગ્રવાલ ભારતીય ટીમ માટે ઓપનિંગ પણ કરી શકે છે. લોકેશ રાહુલનું પ્રદર્શન ઓપનર તરીકે એવરેજ રહ્યું છે જેના કારણે મયંક અગ્રવાલને સ્થાન મળ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. શ્રીલંકા સામેની મેચમાં મયંક અગ્રવાલ ઓપનિંગ કરતા જ્યારે લોકેશ રાહુલ નંબર ચાર પર બેટિંગ કરતા જોવા મળી શકે છે.

આ પણ વાંચો: world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન

વિજય શંકરની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાતા અંબાતી રાયડૂને ફરી એકવાર ઝાટકો લાગ્યો છે. વર્લ્ડ કપની ટીમના સિલેક્શન સમયે અંબાતી રાયડૂને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો જો કે શિખર ધવન અને વિજય શંકરના વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પણ રાયડૂને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK