ન્યુઝીલેન્ડ સામે બોલીંગ કરીને પણ તરખાટ મચાવી ચુક્યો છે વિરાટ કોહલી

Jul 09, 2019, 15:00 IST

2008માં ન્યુ ઝીલેન્ડ 8 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલીએ 7 ઓવરમાં નાખી હતી

વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે અને આજે સેમીફાઈનલમાં ભારત ન્યુ ઝીલેન્ડ સામે ટકરાશે. ન્યુ ઝીલેન્ડને ટક્કર આપવા માટે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી અને ટીમ પૂરી રીતે તૈયાર છે. મહત્વનું છે કે ન્યુ ઝીલેન્ડની ટીમ માટે વિરાટ કોહલી મુશ્કેલી ઉભી કરી શકે છે. આ પહેલા પણ વિરાટ કોહલી ન્યુ ઝીલેન્ડ માટે બોલિંગ વડે મુશ્કેલી ઉભી કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ પહેલા 2008માં જ અંડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી ભારતના અને વિલિયમસન ન્યુ ઝીલેન્ડના સુકાની હતા. 2019માં પણ આવા જ સંજોગ સામે આવી રહ્યા છે. 2008માં ન્યુ ઝીલેન્ડ 8 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલીએ 7 ઓવરમાં નાખી હતી જેમાં 2 વિકેટ ઝડપી હતી. આમ તો વિરાટ કોહલી બેટિંગ માટે જાણીતા છે પરંતુ વિરાટ કોહલીએ ન્યુ ઝીલેન્ડની બે મહત્વની 2 વિકેટ ઝડપી હતી જેની માટે તેને મેન ઓફ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Exclusive: ટીમ ઈન્ડિયાના ચારૂલતા 'બા' હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

આ મેચ કુવાલાલંમ્પુરમાં ભારતીય ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે વરસાદ નડ્યો હતો અને ડક વર્થ લુઈસ નિયમને આધારે જીત થઈ હતી. આજના મેચમાં પણ વરસાદની આશંકા જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે, સંજોગ 2008ની સેમી ફાઈનલ જેવા જ છે તો પરિણામ પણ 2008 જેવુ રહે તે વિરાટ કોહલી અને ભારતીય ટીમ માટે મહત્વનું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK