વર્લ્ડ કપ હીરો જેસન રૉયને મળ્યું ટેસ્ટ ટીમમાં સ્થાન

Updated: Apr 30, 2020, 12:54 IST | લંડન

પહેલી ઑગસ્ટથી શરૂ થનારી ઍશિઝ સિરીઝની તૈયારી માટે વર્લ્ડ કપ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમ રમશે ૨૪ જુલાઈથી આયરલૅન્ડ સામે ૪ દિવસની ટેસ્ટ મૅચ

જેસન રૉય
જેસન રૉય

સાઉથ આફ્રિકામાં જન્મેલા જેસન રૉયને ૨૪ જુલાઈથી આયરલૅન્ડ સામે રમાનારી એકમાત્ર ૪ દિવસની ટેસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડની ટીમમાં સ્થાન મળ્યું છે. રૉયે ઇંગ્લૅન્ડની વર્લ્ડ કપ જીતમાં ૪૪૩ રનનું કીમતી યોગદાન આપ્યું હતું. માર્ક વુડને ઈજા થતાં તે ૪થી ૬ અઠવાડિયાં માટે નહીં રમી શકે.

ગયા રવિવારે વન-ડેની વર્લ્ડ ચૅમ્પિયન બનનારી ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ઑગસ્ટથી ક્રિકેટ ઇતિહાસની સૌથી જૂની ટ્રોફી ઍશિઝ સિરીઝનો પ્રારંભ કરશે.

સમગ્ર ટીમ: જેસન રૉય, જૉની બેરસ્ટો (વિકેટકીપર), જો રૂટ (કૅપ્ટન), રોરી બર્ન્સ, જેક લીચ, સેમ કુરન, જો ડેનલી, લુઇસ ગ્રેગરી, ઓલી પોપ, મોઇન અલી, ઓલી સ્ટોન, ક્રિસ વૉક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જૅમ્સ ઍન્ડરસન.

આ પણ વાંચો : સ્ટોક્સે અમ્પાયરને ઓવર-થ્રોના ચાર રન પાછા લઈ લેવા કહ્યું હતું : જૅમ્સ ઍન્ડરસન

આજથી વિમેન્સ ઍશિઝ ટેસ્ટનો પ્રારંભ

ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વન-ડે સિરીઝ ૩-૦થી જીત્યા પછી આજથી ઇંગ્લૅન્ડ સામે ઍશિઝની એકમાત્ર ટેસ્ટમાં ટકરાશે. વિમેન્સ ઍશિઝમાં વિજેતાનો ફેંસલો ત્રણેય ફૉર્મેટમાં હાઇએસ્ટ પૉઇન્ટ્સના ટોટલને આધારે નક્કી થાય છે. ઑસ્ટ્રેલિયાની ટીમ અત્યારે ૬-૦થી લીડમાં છે. જે ટીમ આ ટેસ્ટ જીતશે એને ૪ પૉઇ‌ન્ટ્સ મળશે અને ટેસ્ટ ડ્રૉ થશે તો બન્નેને બે-બે પૉઇન્ટ્સ મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK