World Cup 2019:20 વર્ષ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ રિઝર્વ ડે પર કરી હતી કમાલ

મુંબઈ | Jul 10, 2019, 11:55 IST

ભારતીય ફેન્સ માટે સારા સમાચાર એ છે કે 1999ના વર્લ્ડ કપમાં રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જો કે તે મેચ લીગ સ્ટેજની મેચ હતી. આ મેચ 29 અને 30 મેના રોજ 1999માં રમાઈ હતી.

World Cup 2019:20 વર્ષ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ રિઝર્વ ડે પર કરી હતી કમાલ
Image Courteys: ICC Wordl Cup twitter

માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલની રમત મંગળવારે વરસાદના કારણે અટકાવવી પડી હતી. હવે આ મેચ રિઝર્વ ડે એટલે કે બુધવારે પૂરી થશે. બુધવારે મેચ ત્યાંથી જ શરૂ થશે, જ્યાંથી મંગળવારે અટકી હતી. આ સ્થિતિને ભારત માટે અનુકુળ મનાઈ રહી છે.

બુધવારે ન્યૂઝીલેન્ડ બાકીની 3.5 ઓવર રમશે, બાદમાં ભારતને પણ પૂરી 50 ઓવર રમવાની તક મળશે. જો કે આવું પહેલીવાર નથી થયું, કે વર્લ્ડ કપની કોઈ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી હોય. આ પહેલા ભારત જ આ પ્રકારની સ્થિતિમાં મૂકાઈ ચૂક્યુ છે.

ભારતીય ફેન્સ માટે સારા સમાચાર એ છે કે 1999ના વર્લ્ડ કપમાં રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જો કે તે મેચ લીગ સ્ટેજની મેચ હતી. આ મેચ 29 અને 30 મેના રોજ 1999માં રમાઈ હતી.

બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાયેલી મેચમાં પણ ભારત ટોસ હાર્યું હતું. જો કે ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્મય કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 232 રન બનાવ્યા હતા. આ મેચમં રાહુલ દ્રવિડે 53 અને સૌરવ ગાંગુલીએ 40 રન બનાવ્યા હતા.

ભારતે આપેલા 232ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 73 રન બનાવી લીધા હતા. તે સમયે તોફાનના કારણે મેચ અટકાવવી પડી હતી, અને મેચ રિઝર્વ ડેમાં જતી રહી હતી. જે સમયે તોફાનને કારણે મેચ અટકી ત્યારે ઈંગ્લેન્ડની ટીમને જીત માટે 170 બોલમાં 160 રનની જરૂર હતી.

બીજા દિવસે ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ, પણ 45.2 ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 169માં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 63 રનથી મેચ જીતી લીધી. આ મેચમાં સૌરવ ગાંગુલી મેન ઓફ ધી ેચ બન્યા હતા, કારણ કે તેમણે બોલ અને બેટ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ગાંગુલીએ 40 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 8 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

અન્ય ટીમો પણ રમી ચૂકી છે રિઝર્વ ડે પર મેચ

ભારત અને ઈંગ્લેન્ડ ઉપરાંત ICC વર્લ્ડ કપમાં અન્ય મેચ પણ રિઝર્વ ડે સુધી પહોંચી ચૂકી છે. 1996ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને કેન્યા વચ્ચે 25 ફેબ્રુઆરીએ પટનામાં રમાયેલી મેચ 15.5 ઓવર બાદ અટકાવવી પડી હતી. જે 27 ફેબ્રુઆરીએ રમાઈ હતી.

આ પણ વાંચોઃ Ind Vs NZ Weather:જાણો માન્ચેસ્ટરમાં કેવું છે હવામાન, આવી છે શક્યતા

તો 1999ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે લીડ્સમાં રમાયેલી મેચ પણ રિઝર્વ ડે સુધી પહોંચી હતી. જો કે બીજા દિવસે પણ વરસાદ પડતા મેચનું કોઈ પરિણામ નહોતું આવ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK