World Cup 2019: પાકિસ્તાનને પછાડવા શ્રીલંકાએ બૅટિંગમાં સુધારો કરવો પડશે

બ્રિસ્ટલ | Jun 07, 2019, 12:59 IST

વર્લ્ડ કપની પહેલી બે મૅચમાં ૧૩૬ અને ૨૦૧ રન જેવા સાધારણ ટોટલમાં આઉટ થનારી દિમુથ કરુણારત્નેની ટીમે સરફરાઝ અહમદની ટીમને હરાવવા બ્રિસ્ટલની બૅટિંગ પિચ પર મિડલ-ઑર્ડર બૅટ્સમેનોએ સારો સ્કોર બનાવવો પડશે

World Cup 2019: પાકિસ્તાનને પછાડવા શ્રીલંકાએ બૅટિંગમાં સુધારો કરવો પડશે
પાકિસ્તાન-શ્રીલંકા

શરૂઆતની વન-સાઇડેડ મૅચો પછી ૧૨મા આઇસીસી વર્લ્ડ કપમાં રોમાંચ વધી રહ્યો છે. બુધવારની બન્ને મૅચમાં એશિયન ટીમોએ સંઘર્ષ કરવો પડ્યો હતો. નબળી ગણાતી ટીમો ટક્કર આપી રહી છે. મૅચ ફિક્સિંગ અને કરપ્શન જેવા વિવાદનો સામનો કરી રહેલી શ્રીલંકાની ટીમના બોલરોએ અફઘાનિસ્તાન સામે પોતાનું અસલ ફૉર્મ બતાવતાં વરસાદના વિઘ્નવાળી મૅચમાં અફઘાનીઓને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મૅથડથી ૩૪ રનથી પરાજય આપીને જબરદસ્ત આત્મવિશ્વાસ મેળવ્યો હતો.

આજે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં બે એશિયન ટીમ વચ્ચે રનનો ધોધ જોવા મળે તો નવાઈ નહીં. પાકિસ્તાનના બન્ને ઓપનર ઇમામ-ઉલ-હક અને ફખર ઝમાનને વહેલા આઉટ કરવા જરૂરી છે. તેમનો મિડલ-ઑર્ડર ઘણો અનુભવી છે. મોહમ્મદ આમિર અને શાદાબ ખાનની સ્પિનથી લંકનોએ બચવું પડશે.

પહેલી બે મૅચમાં ૧૩૬ અને ૨૦૧ જેવા સાધારણ સ્કોરમાં આઉટ થનાર શ્રીલંકા પાસે એન્જેલો મેથ્યુઝ, કુશલ પરેરા જેવા ઘણા અનુભવી અને શાનદાર બૅટ્સમેનો છે. પરેરાએ આ વર્ષે સાઉથ આફ્રિકામાં શ્રીલંકાની ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝ વિજયમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.

બોલિંગ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ લસિથ મલિન્ગાના હાથમાં રહેશે જેણે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ટાઇટલ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાનની સંભવિત ઇલેવન : ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાઝ અહમદ (કૅપ્ટન અને વિકેટકીપર), આસિફ અલી, શોએબ મલિક, વહાબ રિયાઝ, હસન અલી, શાદાબ ખાન અને મોહમ્મદ આમિર.

આ પણ વાંચો : એ દિવસ જેને સુનિલ ગાવસ્કર ક્યારેય યાદ કરવા નહીં માગે....

શ્રીલંકાની સંભવિત ઇલેવન : દિમુથ કરુણારત્ને (કૅપ્ટન), કુશલ પરેરા (વિકેટકીપર), લાહિરુ થિરિમાને, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડીસિલ્વા, થિસારા પરેરા, ઇસરુ ઉડાના, સુરંગા લકમલ, લસિથ મલિન્ગા અને નુવાન પ્રદીપ.         

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK