World Cup 2019:ધોનીના રન આઉટ પર ઉઠ્યા સવાલ, અમ્પાયર્સ પર નીકળ્યો ગુસ્સો

માન્ચેસ્ટર | Jul 11, 2019, 11:06 IST

વર્લ્ડ કપની સેમીફાીનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતની આ ટુર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ચૂકી છે. કિવિઝ સામે કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયાની હારના કારણની ચર્ચા થઈ રહી છે.

વર્લ્ડ કપની સેમીફાીનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતની આ ટુર્નામેન્ટમાં સફર સમાપ્ત થઈ ચૂકી છે. કિવિઝ સામે કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયાની હારના કારણની ચર્ચા થઈ રહી છે. જેમાં સૌથી મહત્વનું છે કે ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો છે. જો કે 40 ઓવર બાદ મેચમાં ભારતની પકડ મજબૂત દેખાઈ રહી હતી, ત્યારે મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર સિંહ જાડેજા આઉટ થયા બાદ ભારતની હાર નક્કી થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા કેચ આઉટ થયા પરંતુ ધોની રન આઉટ થયા. હવે ધોનીના રન આઉટ સામે સવાલ ઉઠી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાની હારની સાથે સાથે ધોનીના રન આઉટની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. નેટીઝન્સ ધોનીના રનઆઉટ પર સવાલ ઉઠી રહ્યા છે અને અમ્પાયર્સ પર અવગણનાનો આરોપ લગાવાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગઈકાલની મેચના ફોટા વાઈરલ થઈ રહ્યા છે, જે ધોનીના રન આઉટ સમયના છે. જેમાં ધોની આઉટ થયો તે સમયના ગ્રાફિક્સ બતાવાઈ રહ્યા છે. આ ગ્રાફિક્સ પ્રમાણે રન આઉટ સમયે 30 યાર્ડ સર્કલની બહાર 6 ખેલાડીઓ હતા, જ્યારે ICCના નિયમ પ્રમાણે ત્રીજા પાવર પ્લે પછી 30 યાર્ડના સર્કલ બહાર માત્ર 5 જ ખેલાડી હોઈ શકે છે.


હવે ફેન્સનો આરોપ એ છે કે ધોની આઉટ થયા ત્યારે જો 30 યાર્ડ સર્કલ બહાર 6 ખેલાડી હતા તો અમ્પાયરે આ વાતનું ધ્યાન રાખીને નિર્ણય લેવો જોઈતો હતો. ફેન્સની માગ છે કે આવી સ્થિતિમાં અમ્પાયરે આ બોલને નો બોલ આપવો જોઈતો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે નો બોલમાં પણ ખેલાડી રન આઉટ ગણાય છે. ઉલ્લેખનીય છે કે ભારતને જીતવા માટે 2 ઓવરમાં 31 રન જોઈતા હતા. પરંતુ ફર્ગ્યુસનની ઓવરમાં 2 રન લેવા જતા ધોની માર્ટિન ગપ્ટિલના ડાયરેક્ટ થ્રો પર ન આઉટ થઈ ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK