World cup 2019: 1975 થી 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પહેલો બૉલ ફેંકનારને મળો

મુંબઈ | May 31, 2019, 18:07 IST

ક્રિકેટના મહાકુંભની શરૂઆત થઈ ચુકી છે. આ વખતે ઈંગ્લેન્ડ યજમાની કરી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ વર્લ્ડ કપ વિશે કેટલાક અજાણ્યા કિસ્સાઓ.

World cup 2019: 1975 થી 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પહેલો બૉલ ફેંકનારને મળો

2019 વર્લ્ડ કપનો પહેલો મેચ યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયો. જેને ઈંગ્લેન્ડે 104 રનથી જીત્યો. જેની શરૂઆત કાંઈક આવી રીતે થઈ. સાઉથ આફ્રિકાએ ટૉસ જીત્યો અને ઈંગ્લેન્ડને બેટિંગ માટે બોલાવ્યું. કપ્તના ડુ પ્લેસીએ પહેલી જ ઓવર ઘાતક સ્પિનર ઈમરાન તાહિર પાસે નખાવી. કોઈ પણ વર્લ્ડ કપમાં આ પહેલો મોકો હતો જ્યારે ટૂર્નામેન્ટના પહેલા જ ઓવરમાં કોઈ સ્પિનર બૉલિંગ કરવા આવ્યો હોય. આ વર્લ્ડ કપનો પહેલો બૉલ ઈમરાન તાહીરે નાખ્યો. ત્યારે ચાલો જાણીએ અત્યાર સુધીના તમામ વર્લ્ડ કપમાં પહેલો બૉલ કોણે નાખ્યો હતો.

1975: ક્રિકેટ ઈતિહાસનો સૌથી પહેલો વર્લ્ડ કપ. જે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો. જેમાં ભારત તરફથી મદન લાલે જૉન જેમ્સનને પ્રથમ બૉલ નાખ્યો હતો.

1979: એંડી રૉબર્ટ્સે સુનીલ ગાવસ્કરને(વેસ્ટ ઈંડિઝ વર્સિસ ઈન્ડિયા)

1983: રિચર્ડ હેડલીએ ગ્રેમ ફોવરને (ઈંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ)

1987: વિનોથને જૉને રમીઝ રાજાને(આ પહેલો મોકો હતો જ્યારે વર્લ્ડ કપનું આયોજન ઈંગ્લેન્ડની બહાર થયું હતું. જેના યજમાન ભારત અને પાકિસ્તાન હતા. પહેલો મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયો હતો)

1992: ક્રેગ મૈક્ડરમટે જૉન રાઈટને(ઑસ્ટ્રેલિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ)

1996: ડૉમિનિક કૉર્કે ક્રેગ સ્પિયરમેનને (ઈંગ્લેન્ડ વર્સિસ ન્યૂઝીલેન્ડ)

1999: ડેરેન ગૉફે સનથ જયસૂર્યાને(ઈંગલેન્ડ વર્સિસ શ્રીલંકા)

2003: શૉન પોલાકે ક્રિસ ગેલને (સાઉથ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ)

pollockશેન પોલાક

2007: ઉમર ગુલે ક્રિસ ગેલને(પાકિસ્તાન વર્સિસ વેસ્ટ ઈન્ડિઝ)

2011: સૈફુલ ઈસ્લામે વીરેન્દ્ર સહવાગને (બાંગ્લાદેશ વર્સિસ ઈન્ડિયા)

2015: નુવાલ કુલાસેકરાએ માર્ટિન ગપ્ટિલને (શ્રીલંકા વર્સિસ ન્યૂઝલેન્ડ)

2019: ઈમરાન તાહિરે જેસન રૉયને (સાઉથ આફ્રિકા વર્સિસ ઈંગ્લેન્ડ)

imran tahirઈમરાન તાહિર

આ પણ વાંચોઃ World Cup 2019: બેન સ્ટોક્સ હવામાં ઉડ્યો અને....

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK