World Cup 2019: આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમને-સામને ટકરાશે

લોર્ડ્સ | Jul 05, 2019, 11:41 IST

પાકિસ્તાનનું મિશન ઇમ્પૉસિબલ, સરફરાઝ એહમદની ટીમે સેમી ફાઇનલમાં પહોંચવા બંગલા દેશ સામે ખૂબ જ મોટા માર્જિનથી વિજય મેળવવાનો રહેશે, જે પ્રૅક્ટિકલી અશક્ય લાગે છે

World Cup 2019: આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમને-સામને ટકરાશે
સરફરાઝ

પાકિસ્તાનના સેમી ફાઇનલમાં પહોંચવાના ચાન્સ હવે લગભગ અશક્ય છે. તેમણે આજે ક્રિકેટના ‘મક્કા’ ગણાતા લૉડ્સમાં એશિયા કપની રનર્સ-અપ ટીમ બંગલા દેશ સામે ખૂબ જ મોટા માર્જિનથી જીત મેળવવાની રહેશે. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ ટીમે આજસુધી ૩૦૦ રનથી જીત નથી મેળવી શકી. ટુર્નામેન્ટની શરૂઆતથી એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ ૧૯૯૨ના વર્લ્ડ કપનું રિપીટેશન કરશે.

જોકે ગયા રવિવારે ઇંગ્લૅન્ડે ભારતને અને બુધવારે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા પર જોરદાર ફટકો પડ્યો હતો. પાકિસ્તાન વતી બૅટિંગમાં બાબર આઝમ અને બોલિંગમાં મોહમ્મદ આમિર અને શાહીન આફ્રિદી સારા ફૉર્મમાં છે. બીજી તરફ બંગલા દેશનો સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન કરીઅરના બેસ્ટ ફૉર્મમાં છે. તેણે ૯૦.૩૩ની ઍવરેજથી ૫૪૨ રન અને ૧૧ વિકેટ લીધી હતી. બંગલા દેશે આ ટુર્નામેન્ટમાં ઑલમોસ્ટ દરેક ટીમને ટક્કર આપી હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે તેમણે ૩૮૨ રનના ટાર્ગેટ સામે ૩૩૩ રન બનાવીને ગજબની ફાઇટ આપી હતી.

આ પણ વાંચો : ક્રિકેટના દરેક ફૉર્મેટમાં રન-મશીન કોહલી બેસ્ટ છે : લારા

પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે આજે જો ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરીને ૪૦૦ રન બનાવવાના રહેશે. ત્યાર બાદ તેમણે ૩૧૬ રનથી જીત મેળવવાની રહેશે જેથી તેઓ નંબર ૪ ન્યુ ઝીલૅન્ડ કરતાં નેટ રન-રેટમાં આગળ નીકળી શકે. ઇંગ્લૅન્ડ સામે ૧૧૯ રનના પરાજય છતાં, ન્યુ ઝીલૅન્ડનો નેટ રન-રેટ ૦.૧૭૫ જ્યારે પાકિસ્તાનનો નેટ રન-રેટ -૦.૭૯૨ છે. જો પાકિસ્તાન ટૉસ હારે અને એને ફીલ્ડિંગ કરવાનું કહેવામાં આવશે તો તેઓ પહેલો બૉલ ફેંકાય એ પહેલાં જ સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK