સેમી ફાઈનલમાં કોહલીને ચોથા નંબરે કરવી હતી બેટિંગ, આમણે ન માની વાત

Published: Jul 12, 2019, 18:56 IST | મુંબઈ

સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર ફેલ જવાની વાતને હારનું સૌથી મોટું કારણ મનાઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર નંબર ચાર બેટ્સમેનને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

File Photo
File Photo

સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર ફેલ જવાની વાતને હારનું સૌથી મોટું કારણ મનાઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર નંબર ચાર બેટ્સમેનને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. આખા વર્લ્ડ કપ દરમિયાન ચાર નંબરના બેટ્સમેન માટે ટીમ ઈન્ડિયાએ સ્ટ્રગલ કરવી પડી છે. ટીમ ઈન્ડિયા ચોથા નંબર પર જુદા જુદા બેટ્સમેન ટ્રાય કર્યા પરંતુ કોઈ સારું પ્રદર્શન ન કરી શક્યું. સેમીફાઈનલમાં જ્યારે ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો ત્યારે ચાર નંબરના બેટ્સમેનનું મહત્વ ફરી એકવાર દેખાયું. સેમીફાઈનલમાં આ નંબર પર ટીમને એક એવા બેટ્સમેનની જરૂર હતી, જે બેટિંગને સંભાળી શકે, પરંતુ રિષભ પંત આ કામ ન કરી શક્યા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ નબળાઈને સારી રીતે ઓળખતા હતા, એટલે જ સેમીફાઈનલ જેવી મહત્વની મેચમાં કોહલીને ચોથા નંબર પર બેટિંગ કરવી હતી. પરંતુ ટીમ મેનેજમેન્ટ તેમની આ વાત પર સહમત ન થયું અને કોહલીએ ત્રીજા નંબરે જ બેટિંગ કરવા માટે ઉતરવું પડ્યું. મળતી માહિતી પ્રમાણે સેમી ફાઈનલમાં કોહલી બેટિંગ કરવા તૈયાર બેઠા હતા. આ દરમિયાન તેમણે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ કોચ સંજય બાંગર અને ટીમના સિનિયર ખેલાડી ધોની સાથે ચર્ચા કરી કે ચાર નંબર પર બેટિંગ કરવા ઉતરે તો કેવું રહેશે. પરંતુ આ મુદ્દે સહમતી સાધી ન શકાઈ.

આ પણ વાંચોઃ Sunil Gavaskar:જુઓ પહેલા લિટલ માસ્ટરના અનસીન ફોટોઝ

વિરાટ કોહલી ઈચ્છતા હતા કે તેમના પહેલા રિષભ પંત કે હાર્દિક પંડ્યા બેટિંગ કરે જેનાથી વિકેટ પરનો ભેજ ઓછો થઈ જાય. પરંતુ જેવી ભારતની પહેલી વિકેટ રોહિત શર્માના રૂપે ઝડપથી પડી કે કોહલીએ જ બેટિંગમાં ઉતરવું પડ્યું. તમને જણાવી દઈએ કે સેમીફાઈનલમાં વરસાદના કારમે મેચ બે દિવસ સુધી રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાની ટીમ ઈન્ડિયાની શરૂઆતની મહત્વની ત્રણ વિકેટ માત્ર 5 રન પર જ પડી ગઈ હતી. કેટલીક ઓવરો બાદ પિચ બેટિંગ કરવા જેવી બની હતી ત્યારે ધોની અને જાડેજાએ જીત મેળવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ ન રહ્યા. આ મેચમાં ધોની પણ સાતમા નંબરે બેટિંગમાં ઉતર્યા હતા. જે નિર્ણય સામે પણ સવાલ ઉઠ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK