World cup 2019:દ. આફ્રિકા સામે સદી બાદ રોહિત શર્માએ કહ્યું કંઈક આવું

લંડન | Jun 09, 2019, 19:15 IST

પહેલી જ મેચમાં સદી ફટકારીને રોહિત શર્માએ પણ પોતાનું ફોર્મ સાબિત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્માએ ધીમી પણ સેન્સિબલ બેટિંગ કરતા 144 બોલમાં નોટ આઉટ 122 રન બનાવ્યા હતા. રોહિત શર્માની આ ઈનિંગના ફેન્સની સાથે એક્સપર્ટસે પણ વખાણ કર્યા હતા.

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકાને પહેલી મેચમાં હરાવીને ટીમ ઈન્ડિયાએ જતાવી દીધું છે કે આ વર્લ્ડ કપમાં કેમ તેઓ હોટ ફેવરિટ ટીમ છે. પહેલી જ મેચમાં સદી ફટકારીને રોહિત શર્માએ પણ પોતાનું ફોર્મ સાબિત કરી દીધું છે. દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્માએ ધીમી પણ સેન્સિબલ બેટિંગ કરતા 144 બોલમાં નોટ આઉટ 122 રન બનાવ્યા હતા. રોહિત શર્માની આ ઈનિંગના ફેન્સની સાથે એક્સપર્ટસે પણ વખાણ કર્યા હતા.

જો કે આ બેટિંગ બાદ હિટમેન રોહિત શર્માએ પોતાની આ ખાસ ઈનિંગ વિશે કંઈક એવું કહ્યું કે તમામ લોકો તેમની પીઠ થપથપાવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે સેન્ચ્યુરી ફટકાનાર રોહિત શર્માએ કહ્યું કે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવામાં તેમને ખૂબ મજા આવે છે. અને આ પ્રકારની ઈનિંગથી તે ખૂબ જ અનુભવી થઈ ગયા છે.

rohit sharma

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું,'મને લાગે છે કે હવે જ્યારે હું 200 મેચ રમી ચૂક્યો છું, તો આવી ઈનિંગ અત્યારે નહીં રમું તો ક્યારે રમીશ.' રોહિત શર્માએ વધુમાં કહ્યું,'જ્યારે મેં વર્લ્ડ કપની પહેલી મેચમાં સદી ફટકારી તેનાથી એવો સંતોષ મળ્યો જે સામાન્ય મેચમાં સદી ફટકારવાથી નથી મળતો.' રોહિત શર્મા અત્યાર સુધી 207 મેચ રમી ચૂક્યા છે, અને તેમની સદીનો આંકડો પણ 23ને પાર પહોંચી ચૂક્યો છે.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રન ચેઝ કરતા રોહિત શર્માએ નોટઆઉટ 122 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ પણ તેમની ઈનિંગને સર્વશ્રેષ્ટ વન ડે ઈનિંગ ગણાવી હતી. આ સાથે જ રોહિત શર્મા વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યા છે. હવે તેમની આગળ માત્ર કેપ્ટન કોહલી અને સચિન તેન્ડુલકર જ છે.

આ પણ વાંચોઃ IND VS AUS: ઓસીને જીતવા 353 રનનો પડકાર, ટીમ ઈન્ડિયાએ બતાવી બેટિંગની તાકાત

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ પોતાનું ફોર્મ જાળવી રાખતા ઓસ્ટ્રેલિયા સામે પણ અડધી સદી ફટકારી. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાને ધીમ પણ મક્કમ શરૂઆત અપાવી અને 81.74ના સ્ટ્રાઈક રેટથી 3 ફોર અને 1 સિક્સર સાથે 70 બોલમાં 57 રન બનાવ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK